સાબરકાંઠા SOG પોલીસે પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સાબરકાંઠા SOG પોલીસે પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Spread the love

સાબરકાંઠા જીલ્લા પોલીસ  વડાશ્રી, ચૈતન્ય મંડલીક એ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલી છે જે અન્વયે SOG પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ ડી. જે લકુમ, એ.એસ.આઇ કૌશિકકુમાર, વુ.હે.કોન્સ. સીતાબેન તથા વુ. હેકોન્સ. સુરેખાબેન પો.કોન્સ. વિક્રમસિંહ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા પો.કોન્સ.ચંદુભાઇ તથા પો. કોન્સ. ભાવેશકુમાર તથા ડ્રા. પો.કોન્સ. દશરથભાઇ વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપી પકડવાની ડ્રાઇવ અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી  મળેલ કે, ગાંભોઇ પો.સ્ટે. થર્ડ ગુ. ર. નં- ૨૦૩/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫ એ, ઇ ૧૧૬ બી, ૮૧, ૮૩, ૯૮ (૨)  મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી સુરેશભાઇ શંકરભાઇ કહાર રહે. નાની ભાગોળ, કહારવાસ, પ્રાંતિજ તા.પ્રાંતિજ જી. સાબરકાંઠા વાળો મોતીપુરા સર્કલ ખાતે ઉભેલ છે. તેવી બાતમી  અન્વયે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં તે નાસતો ફરતો આરોપી સુરેશભાઇ શંકરભાઇ કહાર મળી આવતાં સી.આર.પી.સી.કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળ ની કાર્યવાહી માટે ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે સાંપવામાં આવેલ છે.  આમ, એસ.ઓ.જી. પોલીસ સાબરકાંઠા ને નાસતા ફરતા આરોપી પકડવામાં વધુ એક સફળતા મળેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!