તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પાટડી ખાતે ‘‘યલ્‍લો લાઇન કેમ્‍પેઇન’’ કાર્યક્રમનો પ્રારંભ કરાયો

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પાટડી ખાતે ‘‘યલ્‍લો લાઇન કેમ્‍પેઇન’’ કાર્યક્રમનો પ્રારંભ કરાયો
Spread the love

સુરેન્‍દ્રનગર,
રાષ્‍ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં જિલ્‍લા પંચાયતની આરોગ્‍ય શાખા, પાટડી ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા તેમજ વડોદરા ફેઇથ ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ‘‘યલ્‍લો લાઇન કેમ્‍પેઇન’’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પ્રસંગે તમાકુ નિયંત્રણ અંગેના કાયદા અંતર્ગત કોઇપણ શૈક્ષણિક સંસ્‍થાની આસપાસ ૧૦૦ વાર ત્રિજયામાં તમાકુ અથવા તો તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધના સખત અમલીકરણ કરવા માટે પાટડીની શૈક્ષણિક સંસ્‍થાની આસપાસ યલ્‍લો લાઇન દોરી ‘‘તમાકુ મુકત સંસ્‍થાન’’ ચિન્‍હ બનાવવામાં આવેલ હતું. તમાકુ મુકત શાળા, ઘર, ગામ, જિલ્‍લો તેમજ રાજય બનાવવા માટેના શપથ લેવડાવવામાં આવેલ હતાં. આ પ્રસંગે પોલીસ વિભાગના શ્રી માવજીભાઇ, ફેથ ફાઉન્‍ડેશનના શ્રી અક્ષયભાઇ, શ્રી ચિરાગભાઇ, શ્રી જીજ્ઞેશભાઇ, તમાકુ નિયંત્રણ સેલના શ્રી વિજયભાઇ સહિત વિશાળ સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયા હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!