‘મહા’નું સંકટ ટળતા સોમનાથમાં ફરી કાર્તિકી પૂનમનો મેળો ૧૧થી ૧૫ નવેમ્બરે યોજાશે

‘મહા’નું સંકટ ટળતા સોમનાથમાં ફરી કાર્તિકી પૂનમનો મેળો ૧૧થી ૧૫ નવેમ્બરે યોજાશે
Spread the love

ગીર-સોમનાથ,
‘મહા’ વાવાઝોડાના સંકટના કારણે રદ કરાયેલો સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાતો આ મેળો આ વર્ષ ૮ નવેમ્બરથી યોજાવાનો હતો. અગાઉ રાજ્યના દરિયાકાંઠે તોળાઈ રહેલા વાવાઝોડાના સંકટના કારણે સોમનાથ ટ્રસ્ટે મેળો રદ કર્યો હતો. આજે સોમનાથ ટ્રસ્ટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ મેળો આગામી ૧૧-૧૫મી નવેમ્બર યોજાયશે.

૧૯૫૫માં સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ મોરારજીભાઇ દેસાઇએ આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલા આ મેળો ૩ દિવસ માટે થતો હતો જે હવે છેલ્લા ૧૦ વર્ષથી પાંચ દિવસ માટે યોજવામાં આવે છે.

આ મેળા પાછળ એવી માન્યતા છે કે, કૈલાસ મહામેરૂપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયનાં શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચન્દ્ર વિશેષ રીતે પ્રકાશે છે. આ ખગોળશાસ્ત્રીય વિશેષતા છે કે, પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવની જ્યારે મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા એવી વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે કે જાણે ભગવાન શિવે ચંન્દ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. ઈતિહાસ ગાથા એ પણ કહે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!