શું આ છે સંવેદનશીલ ગુજરાત સરકારનો વહીવટ…?

શું આ છે સંવેદનશીલ ગુજરાત સરકારનો વહીવટ…?
Spread the love
  • નેત્રંગ વીજકંપનીની નવી કચેરી BSNL કનેક્ટીવીટી વિના 3 મહિનાથી ધુળ ખાઇ છે,
  • દ.ગુજરાત વીજકંપનની ૧.૪૪ કરોડના ખચૅ બનેલ નવી કચેરીમાં BSNL ના જવાબદાર અધિકારીઓ કનેક્ટીવીટી આપતા નથી,
  • જુની જજૅરીત કચેરીમાં વરસાદી પાણી ટપકતા વીજ કંપનીના કમૅચારીઓ અને ગ્રાહકોને ભારે હાડમારી,
  • નેત્રંગ વીજકંપનીની નવી કચેરી BSNL કનેક્ટીવીટી વિના 3 મહિનાથી ધુળ ખાઇ છે

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકો બન્યા બાદ જીનબજાર વિસ્તારમાં એક મકાનમાં ભાડા પટાના કરારે દ.ગુજરાત વીજ કંપનીની કચેરી શરૂ થઇ હતી,ત્યારબાદ ખાતાકીય જરૂરી કાર્યવાહી પુણૅ થતાં ૧.૪૪ કરોડની ગ્રાન્ટની ફાળવણી અને બાંધકામની મંજુરી મળતા નેત્રંગ-રાજપારડી રોડ ઉપર ફોકડી ગામની સીમમાંથી દિવ્યભવ્ય દ.ગુજરાત વીજ કંપનીની નવી કચેરીનું બાંધકામ કરાયું હતું.

નવી કચેરીનું બાંધકામની કામગીરી પુણૅ થતાં જ વીજ કંપનીના કમૅચારીઓએ હોંશેહોંશે જુની કચેરીમાંથી જરૂરી ફાઇલો સહિત તમામ જરૂરી દસ્તાવેજો અને સાધનસામગ્રીઓ ખસેડી દેવામાં આવી હતી,અને દ.ગુજરાત વીજ કંપનીના નાયબ કાયૅપાલક ઇજનેરએ નેત્રંગ BSNL માં કનેક્ટીવીટી માટે લેખિત રજુઆત કરી હતી,પરંતુ કમનસીબે નવી કચેરી બન્યાને ૩ મહિના જેટલો લાંબો સમય પસાર થઇ ગયો છે,અને વીજ કંપનીના અધિકારીઓ વારંવાર રજુઆતો કરવા છતાં BSNLના જવાબદાર અધિકારીઓ ધ્વારા કનેકટીવીટી આપવામાં નહીં આવતા કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવી કચેરી ધુળ ખાઇ રહી છે.

ભાડા પટે ચાલતી જુની જજૅરીત કચેરીમાં ટપકતા વરસાદી પાણી વચ્ચે ફરજ બજાવવા મજબુર બન્યા છે,જેમાં કમ્પ્યુટર જેવા ઉપકરણ અને દસ્તાવેજો ભારે નુકસાન થતાં વીજ કંપનીના કમૅચારીઓ સહિત ગ્રાહકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે,તેમ છતા BSNLના અધિકારીઓ ધ્વારા કનેકટીવીટી આપવામાં આવતી નથી,અને વીજ કંપનીના અધિકારીઓ નવી કચેરીમાં સ્થાયી થઇ શકતા નથી,તેવા સંજોગોમાં BSNLના જવાબદાર અધિકારીઓ વહેલીતકે કનેક્ટીવીટી દ.ગુજરાત વીજ કંપનીની નવી કચેરીને કનેક્ટીવીટી આપવામાં આવે તેવી સખત જરૂરિયાત જણાઇ રહી છે.

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Admin

Admin

9909969099
Right Click Disabled!