ડાંગ જિલ્લા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આહવાથી પ્રારંભ

ડાંગ જિલ્લા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આહવાથી પ્રારંભ
Spread the love
  • ડાંગ જિલ્લાના ૯૭૧૬૭ બાળકોના આરોગ્યની તપાસણી માટે કુલ ૧૮ ટીમો કાર્યરત.

ડાંગ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ આહવા તાલુકા શાળા ખાતેથી આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરાયો હતો.રાષ્ટ્રિય બાલ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ડાંગ જિલ્લાના કુલ-૯૭૧૬૭ બાળકોના આરોગ્યની ચકાસણી તા.૨૫ નવેમ્બરથી ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન કરવામાં આવશે.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને ખુલ્લો મુક્તા જણાવ્યું હતું કે આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યના મુખ્યમંત્રીશ્રી માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ શાળા આરોગ્ય તપાસણી દરમિયાન એકપણ બાળક તપાસણીથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા પંચાયતની કુલ-૧૮ જેટલી ટીમો બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરશે. કોઇ ગંભીર રોગનો ભોગ બનેલું બાળક રાજ્ય સરકારે જાહેર કરેલી હોસ્પિટલમાં સારવાર લઇ તંદુરસ્ત બને તે માટે સુંદર વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે. ભૂતકાળમાં બાળકોનો મૃત્યુદર ઉંચો રહેતો હતો. પરંતું રાજ્ય સરકારે આરોગ્યની ચિંતા કરીને યોજના અમલમાં મુકી છે. જેનો લાભ લઇ આપણો સમાજ,રાજ્ય અને દેશ તંદુરસ્ત બને તેવો પ્રયાસ આપણે કરવાનો છે.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.સંજય શાહે જણાવ્યું હતું કે આરોગ્યના કર્મચારીઓ દ્વારા શાળાના તમામ બાળકોની તપાસણી શાળા આરોગ્ય કાર્યક્રમમાં કરવામા આવશે. જે બાળકોમાં ગંભીર રોગો જોવા મળે તેવા બાળકોને પણ સરકારશ્રીની યોજના હેઠળ આવરી લઇ સારા કરવામાં આવશે. તમામ વાલીઓને અનુરોધ કરતા ર્ડા.શાહે જણાવ્યું હતું કે તમારા બાળકોને શાળાએ નિયમિત મોકલજો અને કોઇપણ બાળક તપાસણીના કાર્યક્રમમાં ગેરહાજર ન રહે. તમામ બાળકોની તપાસણી સારી રીતે થાય તે માટે આરોગ્યની ટીમ કટીબધ્ધ છે. આંગણવાડી, પ્રાથમિક શાળા એમ કુલ ૯૦૦ જેટલી સંસ્થાના ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને આવરી લેવાશે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારાએ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા શાળા આરોગ્ય તપાસણીમાં કોઇપણ તકલીફ હોય તો તેની મુક્ત રીતે રજુ કરવા વિઘાર્થીઓને સૂચન કર્યું હતું. શાળાના તમામ બાળકો સરકારશ્રીની યોજનાઓનો લાભ લે તે માટે અપીલ કરી હતી.  શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ મનીષાબેન ગાંગુર્ડે, ર્ડા.ડી.સી.ગામીત, ર્ડા.ડી. કે. શર્મા, ર્ડા. વિરાગ, સીડીપીઓ, સુબિર શ્રીમતિ ભાનુબેન, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ, રાષ્ટ્રિય બાલ સુરક્ષા ટીમ સહિત શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ર્ડા.પૌલ વસાવાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઈએ કર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!