મહેસાણા : ઉંઝા ખાતે અખંડ-દિવ્ય જ્યોત અને જવેરા સાથે શોભાયાત્રા નીકળી.

મહેસાણા : ઉંઝા ખાતે અખંડ-દિવ્ય જ્યોત અને જવેરા સાથે શોભાયાત્રા નીકળી.
Spread the love

દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અને કરોડો પાટીદારોના કુળદેવી મા ઉમિયા માતાજીના પ્રાગટ્ય  સ્થાન-તિર્થસ્તાન સમાન ઉંઝા ખાતે તારીખ 18 થી 22 ડિસેમ્બર 2019 દરમિયાન ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ યોજાશે.જે અંતર્ગત તા.1 ડિસેમ્બર 2019 ના રોજ મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પરથી ભવ્ય  શોબાયાત્રા નિકળશે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના  ભાગરુપે દસાંશ હોમ અંતર્ગત 11 ભુદેવ દ્વારા તા.1 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર સુધી 700  શ્ર્લોકના દુર્ગા સપ્તશતીના એકલાખ શ્ર્લોકનું પઠન કરવામાં આવશે.મા કુળદેવી ઉમિયા માતાજીની અખંડ જ્યોતની સાક્ષીમાં 1100 જ્ઞાની પંડિત ભુદેવો દ્વારા દિવ્ય શ્ર્લોકોનું પઠન કરવામાં આવશે.તા.1 ડિસેમ્બરના રોજ સવારે સાત વાગે મા કુળકેવી ઉમિયા માતાજીના મંદિર પરથી ભવ્ય શોભાયાત્રા નિકળશે.25 હજાર કરતાં પણ વધારે શ્રધ્ધાળુ ભાઈઓ,બહેનો,બાળકો અને વયોવ્રુધ્ધ લોકો ઉમળકાભેર શોભાયાત્રામાં જોડાશે.મા ઉમિયા શરણમ મમ સહિતના ભક્તિ ગીતો સાથે સંગીતના તાલ સાથે  ભવ્ય શોભાયાત્રા નિકળશે.મા કુળદેવી ઉમિયા માતાજીની દિવ્ય જ્યોત અને 5100 જવેરા સાથે નિકળનાર  શોભાયાત્રા વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે તેવી શક્યતા છે.મા ઉમિયા માતાજીના મંદિરથી નિકળનારી શોભાયાત્રા વિવિધ માર્ગ પરથી પસાર થઈ ઉમિયા બાગ ખાતે પહોંચશે.જ્યાં પવિત્ર સ્થાન પર સતત 16 દિવસ સુધી જ્ઞાની પંડિત ભુદેવો દ્વારા વૈદીક પરંપરા અનુસાર 700 શ્ર્લોસના દુર્ગા સપ્તશતીના એકલાખ દિવ્ય મં6ોનું પઠન કરશે.મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ મણિદાદા(મણિભાઈ મમ્મી ),મહામંત્રી દિલિપ નેતાજી,લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રોજેક્ટ ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલ(ધારાસભ્ય,ભાજપ),લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પ્રોજેક્ટ મેનેજર મહેન્દ્રભાઈ પટેલ(આઈએએસ,ગુજરાત રાજ્ય) તથા વિવિધ કમીટીના કન્વિનર સહિતના પાટીદાર સમાજના અગ્રણિઓ,દાતાશ્રીઓ અને સમાજના અગ્રણિ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના મીડીયા કમીટીના કન્વિનર અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વના 127 દેશમાં વસતા કડવા પાટીદારોને માનું તેડું મોકલવામાં આવ્યું છે.દેશભરમાં અને વિદેશોમાં માનું તેડુંના ઉમળકાભેર અને અકલ્પનિય વધામણા કરી કડવા પાટીદાર સહિત તમામ સમાજના લોકોએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ પ્રત્યે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને સફળતાપુર્વક પાર પાડવા માટે વિવિધ 45 જેટલી કમીટી દ્વારા છેલ્લા છ માસથી તનતોડ મહેનત કરવામાં આવે છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ એ માત્ર  ધાર્મિક કાર્યક્રમ નથી,લક્ષચંડી મહોત્સવ દ્વારા કડવા પાટીદાર સમાજની યુવા પેઢી સંસ્કારી બને,નીતી,ચારીત્ર્ય અને પ્રામાણિકતાની પરંપરાને નવી પેઢી જાળવી રાખે,યુવા પેઢી માં સમાજ પ્રત્યેની ભાવના વધારે દ્રઢ બને તેવા વિવિધ ઉદ્દેશો રહેલા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!