આઠ આરોપીઓને ઝડપી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી દહેજ પોલીસ

આઠ આરોપીઓને ઝડપી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતી દહેજ પોલીસ
Spread the love

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા વિભાગ , વડોદરાનાઓ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતી નાબૂદ કરવા માટે હાલમાં ચાલી રહેલી પ્રોહીબીશન અને જુગારની ડ્રાઈવ દરમ્યાન વધુમાં વધુ પ્રોહી / જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી ડી. પી. વાઘેલા સાહેબ ભરૂચ ડીવીઝન ના ઓ તરફથી પ્રોહી / જુગારની પ્રવૃતી નાબૂદ કરવા કડક અમલવારી કરવા આપેલ જરૂરી માર્ગદર્શન હેઠળ I / C પોલીસ ઈન્સ્પેકટર શ્રી આર . એસ . રાજપૂત દહેજ પો . સ્ટે નાઓએ સૂચના આપેલ.

જે અનુસંધાને દહેજ પો . સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પ્રોહી / જુગાર ડ્રાઈવ અંગે ખાનગી વાહનોમાં પો . સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે જોલવા ગામે નવી નગરી પાછળની બાવળીઓમાં ભેસા સૂર દાદા ના મંદીર પાછળ ” આવેલ વડના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા પાનાં વડે તીનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતો હોય જે બાતમી આધારે રેડ કરતાં આઠ આરોપીઓ પત્તા પાના વડે તીનપત્તિનો પૈસાની હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ અને આરોપીઓની અંગ જડતીના તથા દાવ પરના નાણાં મળી કુલ રોકડા રૂપીયા રૂ . ૧૮૫૪૦ / – તથા કેટના પાનાં નંગ પર કી . રૂ ૦૭ / ૦૦ મળી સાથે મળી આવેલ. જેઓને જુગારધારા કલમ ૧૨ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) શૈલેષભાઈ છત્રસિંહ પરમાર રહે . જોલવા જૂની સ્કૂલની સામે તા. વાગરા, જી. ભરૂચ (૨) મહેન્દ્રભાઈ ભીખાભાઈ રાઠોડ રહેજોલવા નવી નગરી તા . વાગરા જી ભરૂચ (૩) રમણભાઈ કનુભાઈ વાળંદ રહે જોલવા ધનંજય પાર્ક સોસાયટી તા. વાગરા, જી. ભરૂચ (૪) સોમાભાઈ વજાભાઈ રાઠોડ રહે . જોલવા નવી નગરી તા . વાગરા જી ભરૂચ (૫) રમેશભાઈ નંદુભાઈ રાઠોડ રહે. જોલવા, નવી નગરી, તા. વાગરા, જી. ભરૂચ (૬) વિજયભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ રહે. જોલવા, નવી નગરી, તા. વાગરા, જી. ભરૂચ (૭) સુરેશભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ રહે. જોલવા, જૂનું ફળિયું, તા. વાગરો, જી. ભરૂચ (૮) જુબેર યુસુફભાઈ પટેલ રહે. જોલવા નવી નગરી, તા. વાગરા, જી. ભરૂચ

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

એ.એસ.આઇ મહેશભાઈ પરસોત્તમભાઈ,
એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ નાગજીબાવા,
પો. કો. દીપજયભાઈ ગગજીભાઈ,
પો. કો. દિનેશભાઈ પ્રેમજીભાઈ,
પો. કો. નિલેશભાઈ સોમાભાઈ,
પો. કો. મૌલિકભાઈ સુરેશભાઈ,
પો. કો. રણજીતભાઈ રામજીભાઈ
દહેજ પો. સ્ટે. ના દ્વારા કામગીરી કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આવા ઇસમોને પકડી પાડવા દહેજ પોલીસ કટીબધ્ધ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!