ભરૂચ જિલ્લાનું ગૌરવ : મોહમદ રીઝવાન દાવુદ

ભરૂચ જિલ્લાનું ગૌરવ : મોહમદ રીઝવાન દાવુદ
Spread the love

રાજસ્થાનનાં જયપુર ખાતે ચાલી રહેલ દિવ્યાંગ નેશનલ પ્રતિયોગિતા 2019 માં ગુજરાતની ટીમમાં ભરુચ જિલ્લામાંથી અંકલેશ્વર તાલુકાનાં કોસમડી ગામનાં વતની મોહમદ રીઝવાન દાવુદ લિંબાડાની પસંદગી થયેલ હતી. આ પ્રતિયોગિતામાં ગુજરાત અને તમિલનાડુની ટીમ ફાઈનલમાં આવી હતી અને 03/12/2019નાં રોજ જયપુર ખાતે મુકાબલો થયો હતો.

જેમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટીંગ મેળવી 20 ઓવરમાં 135 રન બનાવ્યા હતા જેને ચેઝ કરતા તમિલનાડુની ટીમ માત્ર 67 રન ઉપર જ ઓલઆઉટ થઈ ગયેલ હતી. રાષ્ટ્રીય લેવલની દિવ્યાંગ ક્રિકેટ  પ્રતિયોગિતામાં ગુજરાતની ટીમમાં પસંદગી થઈ  ગુજરાતને રીપ્રઝેન્ટ કરી મોહમદ રીઝવાન દાવુદ લિંબાડાએ  ગુજરાત અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!