કાંકરેજની કેનાલમાં ફરી ગાબડું પડતા ઊભા પાક પર પાણી ફરી વળ્યા

કાંકરેજની કેનાલમાં ફરી ગાબડું પડતા ઊભા પાક પર પાણી ફરી વળ્યા
Spread the love

કાંકરેજ,
કાંકરેજ તાલુકા તેરવાડા ગામમાં ગુરૂવારની વહેલી સવારે કેનાલમાં ગાબડું પડ્યું હતુ. ખેડૂતો પોતાના ખેતરમાં પાણીને રોકવાના પ્રયત્ન કરે તે પહેલા ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી ખેડૂતોને નર્મદાનાં વિભાગની બેદરકારીના કારણે નુકસાની વેઠવી પડી છે.  બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાના બનાવો પ્રતિદિન બની રહ્યા છે. જિલ્લામાં નર્મદા વિભાગના ભ્રષ્ટાચારના કારણે મજુરી કરી પેટ ભરતા ખેડૂતો માટે કપરી સમસ્યા બની ગઈ છે. કાંકરેજની તેરવાડા ગામની સીમમાં આવેલી ઓગડપુરા કેનાલ તૂટી પડી હતી. ગુરુવારની વહેલી સવારે ૨૦ ફૂટ ગાબડું પડતા ખેડૂતો પોતાનો પાક બચાવવા ખેતરે દોડી ગયા હતા. જાકે ખેતરે પહોંચ્યા તે પહેલા જ પાકની જગ્યાએ જમીન ઉપર કેનાલના પાણીએ કબજા કરી લીધો હતો. આસપાસના ખેતરોમાં રવી સીઝનના પાક પર પાણી ભરેલા જાઈ ખેડૂતોની આંખ ભરાઈ આવી હતી.
ખેડૂતો આ સમગ્ર ઘટના માટે નર્મદા વિભાગને જવાબદાર ઠેરવી રહ્યા છે. કહી રહ્યા છે કે કેનાલની ગુણવત્તાના હોવાથી અવારનવાર કેનાલોમા ભંગાણ પડે છે. હજુ પણ અનેક કેનાલોમાં તિરાડો સહિતની ખામી જાવા મળી રહી છે. નર્મદા ઓથોરિટી વહેલી તકે હજુ પણ નહિ જાગે તો આ સમસ્યા વધુ ભયાવહ બનશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!