નર્મદા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

નર્મદા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
Spread the love
  • કર્મચારીઓ રેલી કાઢી આવેદન આપ્યુ
  • નર્મદાના કર્મચારીઓ મહેસૂલ વિભાગની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો

નર્મદા જિલ્લાના 84 જેટલા મહેસૂલી કર્મચારીઓ 9 મી ડિસેમ્બરે તેમની પડતર માંગણીઓના સંદર્ભમાં આજે હડતાળ પરગયા હતા  જેમાં પાંચ તાલુકાઓમાં આવેલી મામલતદાર કચેરી,  રાજપીપળા અને ડેડીયાપાડાની પ્રાંત કચેરી અને રાજપીપળા કલેકટર કચેરીમાં કામ કરતા નાયબ મામલતદાર અને કારકુનો કુલ 84 જેટલા કર્મચારીઓ આજે  હડતાલ પર ઉતરી જતા કચેરીઓ નું કામકાજ ઠપ્પ થઈ ગયું હતું અને આ મહેસૂલી કર્મચારીઓ, તમામ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કર્યો હતો આજે  કર્મચારીઓએ  રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યુ હતું.

આ અંગે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીના પ્રમુખે મુખ્યમંત્રી,  નાયાબ મુખ્યમંત્રી,મહેસુલ મંત્રી, મુખ્ય સચિવ તથા અધિક મુખ્ય સચિવ(મહેસૂલ )અને મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે અન્ય વિભાગની કામગીરીમા ન્યાય માટે કલેકટર ને આવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે . તે મુજબ ગત તા. 16/ 8 /19 ના રોજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મુદ્દા 1 થી 17 ની માંગણીઓ પરત્વે રજૂઆત કરેલ. ગત તા.16/ 8/ 19 ના રોજ માં મુખ્ય સચિવ મહેસુલ સાથે મુલાકાત દરમિયાન અમારા મુદ્દાઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવી સત્વરે નિકાલ કરવા ખાત્રી આપેલ.

આ મુદ્દાઓ પૈકી કે આજદિન સુધી એક પણ મ મુદ્દા નો નિકાલ થયેલ નથી આ બાબતે મહેસુલ મંત્રી ની મુલાકાત લીધેલ પણ કોઈ હાલ આવેલ નથી,  જેથી અમારી માંગણીઓ નિકાલ ન થાય ત્યાં સુધી અને મહામંડળને થયેલ અપમાનની સામે  તા. 9 /12/2019 ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ મહેસૂલી કામગીરી ઉપરાંત ની કોઈપણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!