મોદલીયા ગામે દીપડાના હુમલાથી વાછરડીનું મોત

મોદલીયા ગામે દીપડાના હુમલાથી વાછરડીનું મોત
Spread the love
  • ગળાના ભાગેથી લોહી પીને પાછળના ભાગેથી ફાળી ખાધું
  • પંદર દિવસ પહેલા વાછરડીનો જન્મ થયો,વનવિભાગે દીપડાને પકડવાની કવાયત
  • નેત્રંગના મોદલીયા ગામે રાત્રીએ દીપડાના હુમલાથી વાછરડીનું મોત નિપજ્યું હતું

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકો વન્યપ્રાણી દીપડાના વસવાટ માટે અભિયારણ બની ગયો હોય તેવુ સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે, જેમાં તાલુકાભર ગામો અને ખેતીવાડી વિસ્તારમાં દીપડો અને બચ્ચા અવરજવર નજરે પડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે, અને ભુતકાળના સમયમાં માનવવસ્તી ઉપર હુમલાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે, જેમાં નેત્રંગ-વાલીયા રોડ ઉપર આવેલ મોદલીયા ગામના ઘાટડીકંપનીમાં જ્ઞાનભાઇ દેવસિંહ આહીર રહે છે,અને ઘરની બાજુમાં ઢોર-ઢાકળનો તબેલો આવેલ છે,જેમાં પંદરેક દિવસ પહેલા જ ગીર ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો.

ગતરોજ રાત્રીના ૩ વાગ્યાની આસપાસ દીપડાએ માસુમ વાછરડીના બચ્ચા ઉપર હિંસક હુમલો કરતાં ગળાના ભાગે પકડીને લોહી પીને શરીરના ભાગેથી ફાળીને ખાઇ જતાં કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે ઢોર-ઢાકરનો અવાજ આવતા જ્ઞાનભાઇ આહીર અને પરીવારના સભ્યો જાગી બહાર દોડી આવી જોતા દીપડાએ વાછરડીના બચ્ચા ઉપર હુમલો કરતાં મોત થયાનું જાણવા મળ્યું હતું,અને દીપડો ખેતરમાં ભાગી ગયો હતો. નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચી ઘટનાની જાણ કરતાં ઘટનાસ્થળ ઉપર દોડી આવી અને જરૂરી કાર્યવાહી કરીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી.

ફોટોમેટર : દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Admin

Admin

9909969099
Right Click Disabled!