ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે ખૂલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા

ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે ખૂલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા
Spread the love

ભરૂચ,
આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વ્યÂક્ત પોતાનો વીડિયો મૂકી શકે છે. ત્યારે ભરૂચ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદી ઉર્ફે મુન્નાનો એક વિવાદિત ટિકટોક વિડીયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના નેતા કમલેશ મોદીએ દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાવ્યા છે.ભરૂચ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ કમલેશ મોદીએ પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, હું માત્ર આ જ દારૂ પીવુ છું. કહીને દારૂની બોટલ બતાવે છે. સાથે મને કોઈ હાથ લગાવી શકે નહીં તેમ કહીને પોલીસ પ્રશાસનને પણ ચેલેન્જ આપી રહ્યા છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે.

બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. વીડિયોમાં કમલેશ મોદીએ નરેન્દ્ર મોદીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. હવે સવાલા થાય છે કે, રાજ્યમાં દારૂબંધીને સીએમ વિજય રૂપાણી સૂફિયાણી વાતો કરે છે. ત્યારે હવે ખુદ ભાજપના જ નેતા દારૂબંધીની મજાક ઉડાવતા જાવા મળ્યાં છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની પેકિંગ બોટલનું બોક્સ બતાવી પોતે દારૂપીતો હોવાનું કહી રહ્યાં છે. સાથે જ કોઈ તેને હાથ લગાવી શકે નહિ તેમ કહી પોલીસ, પ્રશાસનને ચેલેન્જ પણ આપી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!