કડકડતી ઠંડી માટે તૈયાર રહો : આજથી તાપમાનમાં ૪થી૫ ડિગ્રીનો ઘટાડો થશે!

કડકડતી ઠંડી માટે તૈયાર રહો : આજથી તાપમાનમાં ૪થી૫ ડિગ્રીનો ઘટાડો થશે!
Spread the love

ગાંધીનગર,
રાજ્ય પરથી સાયક્લોનિક સક્્ર્યૂલેશન નબળુ પડ્યુ છે અને પવનની દિશા ઉતર-ઉતરપૂર્વ તરફની થઈ છે જેના કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં સુકા અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે લઘુતમ તાપમાન ઘટતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે અને લોકોને શિયાળાની ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતા ૩ થી ૪ ડિગ્રી ઉંચુ છે.જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી.પરંતુ આવતીકાલથી પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે.હવામાન વિભાગના ડાયરેકટર ડોકટર જયંત સરકારે જણાવ્યુ છે કે આવતીકાલથી લઘુતમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે.અને ઠંડીનુ પ્રમાણ વધશે.

ગુજરાતમાં નવેમ્બરના અંતથી લઘુતમ તાપમાન ઘટવા લાગે છે.પરંતુ ચાલુ વર્ષે એક પછી એક સિસ્ટમ બનવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો નથી.અને ગઈકાલે પણ ઉતર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો.અને ખેડુતોને નુકસાન થયુ છે.પરંતુ સાક્લોનિક સરક્્યુલેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!