સીટ આજે સીએમને આપશે તપાસ રિપોર્ટ, પરીક્ષા રદ થશે..?

સીટ આજે સીએમને આપશે તપાસ રિપોર્ટ, પરીક્ષા રદ થશે..?
Spread the love

ગાંધીનગર,
બિન-સચિવાલય કલાર્ક ભરતી માટેની લેખિત પરીક્ષામાં ગેરરીતિના મામલે તપાસ માટે રચાયેલી સીટને એવા પુરાવા મળ્યા હોવાના અહેવાલો છે કે આ પરીક્ષાનું પેપર મોબાઇલ ફોનથી લીક કરવામાં આવ્યો છે. સીટ દ્વારા આજે રવિવારે સીએમ વિજય રૂપાણીને અહેવાલ આપવાના છે ત્યારે જા તેમાં તથ્ય હોય તો હવે આ પરીક્ષા રદ કરાશે કે કેમ એવો સવાલ પણ ઉમેદવારોમાં વહેતા થયાં છે. સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, સનદી અધિકારી કમલ દયાણીની અધ્યક્ષતામાં ૩ સભ્યોની તપાસ સમિતિએ આ પરીક્ષામાં કોઇ ગેરરીતિ થઇ છે કેમ અને થઇ હોય તો કઇ રીતે અને તેમાં કોણ કોણ સંડોવાયેલા અને ગેરરીતિ થઇ હોય તો પરીક્ષા રદ કરીને નવેસરથી લેવાની જાહેરાત કરી હતી.

સૂત્રોએ કÌšં કે સીટ દ્વારા તપાસ હાથ ધરાઇ ત્યારે તેમને એવા પુરાવા મળ્યા કે મોબાઇલ ફોન દ્વારા પેપર લીક થયાનું બહાર આવ્યું છે. સીટ તેમનો તપાસ રિપોર્ટ આવતીકાલે સીએમને આપવાના છે ત્યારે તેમા જા આ બાબતનો ઉલ્લેખ હશે તો સરકારે અગાઉ કરેલી જાહેરાત અને આંદોલનકારી ઉમેદવારોને આપેલી ખાતરી પ્રમાણે પરીક્ષા રદ કરવાનું પગલું ભરીને પ્રામાણિક ઉમેદવારોને ન્યાય આપશે કેમ તેની પણ ચર્ચા થઇ રહી છે.

દરમિયાનમાં રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એÂન્જનિરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એÂન્જનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. જાકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે ૫૫ ટકા અને ક્લાર્કમાં એની સ્નાતક માટે ૫૫ ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કમ્પની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!