સાબરકાંઠા LCBએ ધાડના ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કયૉ

સાબરકાંઠા LCBએ ધાડના ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કયૉ
Spread the love
  • સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સરાહનીય કામગીરી
  • હિંમતનગર એ.ડિવી.પો.સ્ટે.વિસ્તારમાં બનેલ ધાડના ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લઇ રૂપીયા ૧,૩૭,૮૫૫ નો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર એ.ડિવી. પો.સ્ટે.માં બનેલ લુંટના કેસના આરોપીઓને ઝડપી લેવા તથા મુદ્દામાલ રીકવર કરવા પોલીસ સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સાહેબ એ વણશોધાયેલ ધાડનો ગુન્હો શોધી કાઢવા શ્રી વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. ને સુચના આપેલ જે સુચના આધારે પો.સ.ઇ. શ્રી જે.પી.રાવ તથા અ.પો.કો. પ્રહર્ષકુમાર, આ.પો.કો. સનતકુમાર, આ.પો.કો. વિજયકુમાર, આ.પો.કો.પ્રકાશકુમાર,  અ.પો.કોન્સ.વિક્રમસિંહ, ડ્રા.પો.કો. કાળાજી ,દિલિપસિંહ,ચંદ્રસિંહ વિગેરે માણસોની ટીમ બનાવી ધાડના ગુન્હામાં ગયેલ ટ્રકગાડીની તપાસ કરી સીસીટીવી ફુટેજ ચેક કરતા કરતા રાજસ્થાન નાથધ્વારા મુકામે જઇ ચોક્કસ બાતમી આધારે હકીકત મળેલ.

‘‘હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૩૨/૨૦૧૯ ઇપીકો કલમ ૩૬૫, ૩૯૫, ૩૪૧, ૩૪૨, ૫૦૪, ૫૦૬(ર) મુજબના ગુન્હાના કામે ગયેલ મુદ્દામાલ આરોપી નં. (૧) પુરૂષોત્તમ ગણેશલાલ સોમાની રહે. સુખડીયા નગર ,નાથધ્વારા જી રાજસમદ રાજસ્થાન (ર) મનોજ ઉર્ફે મનોહર ગોપલજી સોની રહે. મોહનગઢ ,નાથધ્વારા જી. રાજસમદ રાજસ્થાન નાઓ યાદવ મહોલ્લા નજીક રોડ ઉપર ઉભેલ છે’’ તેવી હકીકત મળતા સ્થાનિક પોલિસ ને સાથે લઇ બાતમીવાળી જગ્યાએ જઇ ત્યા જગ્યા પર ઉભેલ બન્ને ઇસમોને કોર્ડન કરી પકડી લઇ ટ્રક તથા મુદ્દામાલ વિશે પુછપરછ કરતા મુદ્દામાલ તા.૧૪/૧૨/૨૦૧૯ ના રોજ મોફિદ સ/ઓ મમ્મુખા ઉ.વ.૨૯ રહે.વિસ્તાર કોલોની, નિંબાહેડા તથા અબ્દુલ  નતિમ ઉર્ફે નઇમ રહે. પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ.

બન્ને ગુજરાત માંથી એક ટ્રકની કે જેમા જીરૂ, વળીયાળી, મગજ, તલનો માલ ભરેલ ટ્રકની ધાડ કરી નાથધ્વારા લાવેલા તે માલ શ્રીનાથજી શર્માના ગોડાઉન સુખડીયાનગર ખાતે ઉતારાવાની વ્યવસ્થા કરેલ અને શ્રીનાથજી શર્માને એક મહિનાનુ ભાડુ આપવાનું નકકી કરેલ જે પૈકી રૂ.૩૦૦૦ એડવાન્સ આપેલ અને ટ્રક સવારના સમયે આવતા ખાલી કરાવેલ તે વખતે ટ્રક લઇને મોફિદ સ/ઓ મમ્મુખા તથા અબ્દુલ  નતિમ ઉર્ફે નઇમ તથા અન્ય ત્રણ ઇસમો સાથે મળી આ ટ્રક વાળો માલ શ્રીનાથજી શર્માના ગોડાઉનમા ખાલી કરાવેલ જે ટ્રકનો નંબર MP-09-HF-5548 નો હતો.

પકડાયેલ બંને ઇસમોએ લાલ બજારના રાકેશભાઇ તાપડીયાને પાંચ કટ્ટા તલના  કિલોના ૧૧૦ ના ભાવથી એક કટ્ટાના ૨૭૫૦ લેખે પાંચ કટ્ટાના રૂ. ૬,૮૭૫ ના વેચેલા અને તે પછી આ મોફીદ તેના માણસો સાથે એક અન્ય ગાડી(ટ્રક) લઇ આવેલ અને આ ગોડાઉન માથી માલ ભરીને ક્યાક લઇ ગયેલા પણ તે માલ પૈકી વીસ કટ્ટા તલના ,પાંચ કટ્ટા મગજના તથા પાંચ કટ્ટા જીરુના પકડાયેલ અને બંને ઇસમોએ છોટુ યાદવના ઘરે સંતાડી મુકાવી દિધેલા.

જે મુદ્દામાલ છોટુ યાદવના ઘરેથી (૧) પાંચ કટ્ટા જીરૂ જેની એકની કિં.રૂ.૫૧૦૦ લેખે પાંચની કિં.રૂ.૨૫,૫૦૦તથા (૨) વીસ બોરી તલ જેની એકની કિં.રૂ.૩૨૫૦ લેખે ગણતા કિં.રૂ.૬૫,૦૦૦ તથા (૩) મગજ પાંચ કટ્ટા જેની એકની કિં.રૂ.૬,૨૨૧ લેખે ગણતા કિં.રૂ.૩૧,૧૦૫ તથા (૪) પાંચ કટ્ટા તલ કે જે રાકેશભાઇને વેચેલ કિં.રૂ.૧૬,૨૫૦ મળી કુલ કિ.રૂ. ૧,૩૭,૮૫૫ નો કબ્જે કરવામાં સફળતા મેળવેલ છે.

બંને આરોપી (૧) પુરૂષોત્તમ ગણેશલાલ સોમાની રહે. સુખડીયા નગર ,નાથધ્વારા જી રાજસમદ રાજસ્થાન (ર) મનોજ ઉર્ફે મનોહર ગોપલજી સોની રહે. મોહનગઢ ,નાથધ્વારા જી. રાજસમદ રાજસ્થાન ને તા. ૨૦/૧૨/૧૯ ના ક. ૧૧/૩૦ વાગે રાજસ્થાનના યાદવ મહોલ્લા નાથદ્રારા  મુકામેથી અટક કરવામાં આવેલ છે. તેમજ (૧) મોફિદ સ/ઓ મમ્મુખા રહે.વિસ્તાર કોલોની, નિંબાહેડા (૨)  અબ્દુલ  નતિમ ઉર્ફે નઇમ રહે. પ્રતાપગઢ ઉત્તરપ્રદેશનાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ સાબરકાંઠા LCBએ વણશોધાયેલ ધાડનો એક વધુ ગુન્હો શોધવામાં સફળતા મેળવી વધુ તપાસ  સાબરકાંઠા LCB પી.આઈ. વી. આર. ચાવડા સાહેબ કરી રહેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!