કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ અને સાયબર આશ્વસ્થનો ઓનલાઈન શુભારંભ

કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ અને સાયબર આશ્વસ્થનો ઓનલાઈન શુભારંભ
Spread the love

સાબરકાંઠા જિલ્લા ખાતે આજ રોજ તા 11/01/2020ના રોજ વિશ્વાસ પ્રોજેકટ તેમજ સાયબર આશ્વસ્થ પ્રોજેકટ મા.કેન્દ્રિય ગૃહમંત્રી મા.અમિતભાઈ શાહ ના હસ્તે ઓનલાઇન શુભારંભ કરવામાં આવેલ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અલગ અલગ 23 જગ્યાએ 120 કેમેરા લગાવામાં આવેલ છે જેમાં વાહનની નંબર પ્લેટ, વાહન નિરીક્ષણ, વાહન નંબર પ્લેટ કેપ્ચર, તેમજ વાહન ટ્રેકિંગ, ઇ- ચલણ જેવી કામગીરી કમાન્ડ કંટ્રોલ નેત્રમ વિશ્વાસ પ્રોજેકટ ધ્વારા પોલીસ હેડ કવાર્ટર ખાતે સાંકા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલિક સાહેબના માર્ગદર્શન હેઠળ કમાન્ડ કંટ્રોલ નોડલ અધીકારી ના.પો.અધી.શ્રી મિનાક્ષીબેન પટેલ સાહેબ તથા કમાન્ડ કંટ્રોલ સુપરવીઝન પો.સ.ઇ આર.કે.રાવત તથા પોલીસ કર્મચારીનાઓ 24 * 7  અને 120 કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે.

સાયબર આશ્વસ્થ પ્રોજેકટ હેઠળ સાયબર ક્રાઇમ ના ગુના જેવા કે બેન્ક ફોર્ડ,Atm cloning , ફેસબુક હેકિંગ , ઇનસ્ટ્રગ્રામ હેકિંગ, મેટ્રો મની ફોર્ડ. જોબ ફોર્ડ, સાયબર સ્ટ્રોકિંગ જેવા ઓનલાઇન ગુનાઓ બનતા હોય તેની જાણ સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ ડાયલ 100 ઉપર 24 * 7 કાર્યરત રહેશે પોલીસ ઓપરેટર ધ્વારા  કાર્યરત હોય તો સાયબર ક્રાઇમ ગુના જાણ થતા તાત્કાલિક કાર્યવાહી કરી અટકાવી શકાય.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!