હવેથી હું કોઈ જાહેર કાર્યક્રમોમાં હાજરી નહીં આપું : પૂ. મોરારીબાપુ

હવેથી હું કોઈ જાહેર કાર્યક્રમોમાં હાજરી નહીં આપું : પૂ. મોરારીબાપુ
Spread the love
  • હવેથી હું કોઈ જાહેર કાર્યક્રમોમાં હાજરી નહીં આપું: પૂ. મોરારીબાપુ
  • બામણાની રામકથામાં થઈ જાહેરાત..

હિંમતનગર,

ઉમાશંકર જોશીના વતન સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં “માનસ -ઉમાશંકર રામકથા”ની આજે પુર્ણાહુતી થઈ છે.શનિવારની કથામાં  પુ.મોરારીબાપુએ જણાવ્યું કે હું હવેથી કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાનો નથી.જેવા કે લોકાર્પણ, વિમોચન, સંમેલન -સન્માન,શીલારોપણ, વિમોચન, શિક્ષણ,ધર્મ વગેરે તેથી નિમંત્રણ આપીને કોઈએ મને સંકોચમાં ના મૂકવો. બાપુએ જાહેરાતની સાથે એમ પણ કહ્યું કે ‘હું થાક્યો નથી આગામી મહાશિવરાત્રિએ મારું 75 મુ વર્ષ શરૂ થશે તો પણ હું થાક્યો નથી. પરંતુ બધાને હવે રાજી રાખવા ઇચ્છું છું. મનમાં આવું નિવેદન કરવાની ગડમથલ ચાલતી હતી પરંતુ તે આજે મારે નિવેદનથી નહીં પરંતુ  ગુરુકૃપાથી જે બોલાય તે બોલવું છે. હા, આવા કાર્યક્રમોમાં નહીં જવા બે ત્રણ કારણો પણ છે. જેમાં એક કારણ મારા મનનો આનંદ છે, અને બીજું કારણ ઘણાં બધાં લોકો કાર્યક્રમની માંગણી લઈને આવે છે, અને પોતાનો નીજી સ્વાર્થ સધાઇ જતાં પોતપોતાની રીતે નીકળી જાય છે.આ લોકોને તો વ્યાસપીઠ સાથે કોઈ સંબંધ હોતો નથી.બલ્કે તે પ્રતિ પક્ષે પણ દેખાતાં હોય છે.તલગાજરડી વ્યાસપીઠને પરાધીનતા કે પ્રારબ્ધમાં તણાવુ કે તરવું નથી પણ વહેવું છે.

કથા ચાલુ રહેશે, ગુરુ મહારાજ જ્યાં સુધી ગવડાવે ત્યાં સુધી.. સમાધિનો ધૂપ જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી ગાતો રહીશ. શિવરાત્રીએ મારુ 75મુ શરૂ થશે પરંતુ હું કશુ ઉજવતો નથી.જગતને કહીને જઈશ મારું કશું ઉજવણું ન થાય. મેં ક્યારેય કોઈ સન્માન -અકરામોને લગભગ સ્વીકાર્યા કે સ્વીકારવા નથી.રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના સન્માનની દરખાસ્તો સવિનય પરત કરી છે. હું કોઈ ની નજીક નથી.મારે બધા જ નજીક છે ,અને બધાંથી હૂ  દૂર છું. સાધુના બાળક તરીકે હું એક અંતર જાળવીને જીવું છું. તેથી મારાં માટે બધા જ સમાન છે.  વ્યાસપીઠને જ્યારે વિશ્વમંગલ અને રાષ્ટ્રમંગલની વાત લાગશે ત્યારે ત્યાં હું જરૂર જઈશ. આ નિર્ણયનું મને જ્યાં સુધી યોગ્ય લાગે ત્યાં સુધી પાલન કરતો રહીશ. આ જાહેરાતને આધ્યાત્મ જગત પુ.બાપુના અંતર્મુખ વ્યક્તિત્વનાં આવિષ્કરણ કે યોગિક ભુમિકા ના પ્રસ્થાન તરીકે જોઈ રહ્યું છે. સાંસ્કૃતિક, સાહીત્યક, સામાજિક પ્રવૃત્તિઓએ તેનાંથી એક આચંકો અનુભવ્યો છે.અત્રે નોંધનીય છે કે અગાઉ અસ્મિતા પર્વ સહિતનાં કાર્યક્રમો આટોપી લેવાની પણ જાહેરાત થઈ ચુકી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!