સ્વામી વિવેકાનંદના જીવન તથા કાર્ય ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત બની શકે છે : અનિલ કક્કડ 

સ્વામી વિવેકાનંદના જીવન તથા કાર્ય ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત બની શકે છે : અનિલ કક્કડ 
Spread the love
  • “રાષ્ટ્રીય યુવા દિન” ની PLV ટીમ દ્વારા કરવામા આવેલી ઉજવણી

સ્વામીજીના આદર્શો અને સિધ્ધાંતોનું શિક્ષણ મળી રહે તેમજ આજ ની યુવા પેઢી મા રાષ્ટ્ર ભક્તિ ની પ્રબળ ભાવના જાગૃત થાય તે હેતુ થી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર હેઠળ સ્વૈચ્છિક સેવાઓ આપતા પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી કાંતિલાલ વોરા અને અનિલ કક્કડ ના સંયુક્ત પ્રયાસો થકી તારીખ ૧૨-૦૧-૨૦૨૦ ના દિવસે રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે એક જન જાગૃતિ અભિયાન અંતર્ગત શૈક્ષણિક સેમીનાર નુ આયોજન કરવામા આવ્યુ હતુ. સૌ પ્રથમ સ્વામી વિવેકાનન્દ જી ની વિશાળ પ્રતિમા ને પુષ્પ માળા અર્પણ કરી કાર્યક્રમના પ્રવક્તા શ્રી અનિલ કક્કડ એ પોતાનુ વક્તવ્ય રજુ કરતા જણાવ્યુ હતુ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ ના વર્ષને આંતર રાષ્ટ્રીય યુવા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું.

આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઇ. સ. ૧૯૮૫ થી ૧૨ જાન્યુઆરી એટલે કે યુવાનો ના એક આદર્શ એવા સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવે છે. આ દિવસે દેશ ભરમાં આવેલાં વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમ યોજવામાં આવે છે; રેલીઓ કાઢવામાં આવે છે; યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે; વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે; વિવેકાનન્દ સાહિત્યને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ માં કલકત્તા ખાતે ભદ્રકાયસ્થ પરીવારમાં થયો હતો. સ્વામીજીના જીવન તથા કાર્ય એ જ ભારતીય યુવકો માટે પ્રેરણાનો ખુબ જ મોટો સ્રોત હોય શકે છે. વાસ્તવમાં સ્વામી વિવેકાનન્દ આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ છે. વિશેષ કરીને ભારતીય યુવકો માટે સ્વામી વિવેકાનંદ કરતાં વધારે યોગ્ય બીજા કોઈ નેતા નહીં હોય શકે. એમણે આપણને કેટલીક એવી વસ્તુઓ આપી છે જે આપણામાં પોતાના ઉત્તરાધિકારના રૂપમાં પ્રાપ્ત થયેલી પરંપરાઓ પ્રતિ એક પ્રકારનું અભિમાન જાગ્રત કરી દે છે. સ્વામીજીએ જે કંઈ પણ લખ્યું છે, તે આપણા માટે હિતકર છે તથા આ લેખન ભવિષ્યમાં આવનારા લાંબા સમય સુધી આપણને પ્રભાવિત કરતું રહેશે. ભારત દેશની યુવા પેઢી સ્વામી વિવેકાનન્દ તરફથી નિઃસૃત થનારા જ્ઞાન, પ્રેરણા તેમ જ તેજના સ્રોત દ્વારા લાભ ઉઠાવશે.

તેમણે સમગ્ર ભારતખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી સભાઓ મા ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણમઠ તથા મિશન – એક સમાજ સેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર- નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે.

 

 

વિશ્વની વસ્તીનો સૌથી મોટો હિ‌સ્સો યુવાનો છે. યુવાની જીવનમાં એક જ વાર મળે છે. તેનો ઉપયોગ સત્કર્મ અને સમાજ સેવામાં થવો જોઈએ. કવિ મેઘાણી ની પંક્તિઓ “ ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ, ઓલી અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ “ ની યાદ અપાવી સ્વામી વિવેકાનંદનો સંદેશ જીવન મા ઉતારી તેમાથી યુવાનોને સાચી પ્રેરણા આપ્યા કરે છે. તે કહે છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યા સુધી મંડયા રહો. યુવાનો આજીવન તેમના સંદેશને સાર્થક કરવા પ્રયાસ કરશે તો દેશમાં જરૂરથી સ્વામીજી ના સ્વપનનુ ભારત બનશે. મીટીંગના અંતે હાજર રહેલ તમામ યુવા -વિદ્યાર્થિઓ પાસે પારા લીગલ વોલ્યુન્ટીયરસ શ્રી કક્કડ એ દરેક ને સ્વામી વિવેકાનંદનુ જીવન એક સંદેશ સમજી પોતાની શક્તિ નો સંગઠન ના માર્ગેવાળી ભાવી પેઢી તરીકે સબળ નેતાગીરી પુરી પાડવા અને રાષ્ટ્રના નિર્માણ પાછળ સક્રીય બનવા અને આજના દિવસ ની અગત્યતાને સમાજમા ઘરે ઘરે પહોંચાડવા સંકલ્પ લેવડાવ્યા હતા.

ટીમના અન્ય સભ્ય શ્રી શ્રી કાંતિલાલ વોરા એ પણ પોતાના સંબોધનમા ઉપસ્થિત યુવાનો ને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગાંધીનગર દ્વારા કરવામા આવતી વિવિધ કામગીરીઓ અને અન્ય સેવાઓ ની વિગતો રજુ કરી હતી મીટીંગ ને સફળ બનાવવા સંસ્થાના અગ્રણી માલજી ભાઇ દેસાઇ તરફથી પ્રાસંગિક પ્રવચનો સાથે ઉત્સાહ પૂર્વક રસ દાખવી તમામ સવલતો પુરી પાડવામા આવી હતી. આજ ના દિવસે જાહેર જનતા જોગ એક સંદેશમા શ્રી કક્કડ એ જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય યુવા દિન ના સને ૨૦૨૦ ના વર્ષ માટે અપાયેલ સૂત્ર “ રાષ્ટ્ર ના ઘડતર મા યુવા શક્તિ નુ અનુસંધાન ” સિધ્ધ કરવા સારૂ સ્વામી વિવેકાનંદનો સંદેશ અને તેમનુ જીવન યુવાનો માટે એક આદર્શ બની તેમને હર હમેંશા સાચી પ્રેરણા આપશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!