ગાંધીનગર જીલ્લાના લવારપુર ગામના તળાવમાં મૃત કાચબા જોવા મળ્યા

ગાંધીનગર જીલ્લાના લવારપુર ગામના તળાવમાં મૃત કાચબા જોવા મળ્યા
Spread the love

લવારપુરગામ જી.ગાંધીનગર માં આવેલું તળાવ પક્ષીપ્રેમીઓ માટેનુ એક લોકપ્રિય સ્થળ છે.શિયાળામાં વિવિધ પ્રકારના પક્ષીઓ આ તળાવમાં જોવા મળે છે.આજરોજ સવારે પક્ષી દર્શનમાટે લવારપુર તળાવની મુલાકાતે પક્ષીપ્રેમીઓ ગયા હતા,જયાં પક્ષીઓ તો જોવા મળ્યા ,પરંતુ એક દુ:ખની વાત એ જોવા મળી કે અમુક મરેલા કાચબા જોવા મળ્યા .જેની નજીક જતાં માલુમ પડ્યુ કે કાચબાઓનુ મૃત્યુ તળાવમાંનો પ્લાસ્ટિક કચરો કે અન્ય ઝેરી પદાર્થ ગળવાથી થયું હોય તેવું માલુમ પડ્યુ .જે એક ગંભીર ચિંતા અને તપાસનો વિષય છે.આને વન વિભાગની બેકાળજી ગણવી કે ગામવાસીઓની અજ્ઞાનતા કે જેઓ માં જાગૃતતાનો અભાવ કે પ્લાસ્ટિક જેવો કચરો આ તળાવમાં ફેંકવામાં આવી રહ્યો છે. આ તળાવ સ્વચ્છ રાખવું તે ગ્રામજનો અને પંચાયતની જવાબદારી માં આવે છે.પર્યાવરણ પ્રેમીઓ આ વિષે વનવિભાગ અને પંચાયત દ્વારા તપાસ કરી નક્કર પગલાં ભરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

ધર્મેન્દ્ર સુથાર

Admin

Admin

9909969099
Right Click Disabled!