કડીમાં LCB ત્રાટકી : તળાવની પાળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

કડીમાં LCB ત્રાટકી : તળાવની પાળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
Spread the love

કડીમાં આવેલ જુના સરકારી દવાખાનાની સામે તળાવની પાળ ઉપર ઝાડ નીચે જુગાર રમતા આઠ જુગારીઓને જુગાર રમવાના સાધન અને રોકડ મુદ્દામાલ સહિત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા કડી પોલીસ ઊંઘતી ઝડપાયી હતી. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રોહીબિશન અને જુગાર ની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામી દેવા કડક સુચના નો અમલ કરવા મહેસાણા જિલ્લા એલ.સી.બી.સ્ટાફ કડી શહેરમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે કડી કુંડાળ પાટીયા પાસે આવતા પોલીસને બાતમી મળી હતી કે જુના સરકારી દવાખાના ની સામે તળાવની પાળ ઉપર કેટલાક ઈસમો અંગત આર્થિક ફાયદાસરુ તીન પત્તિ નો જુગાર રમાડે છે જેની બાતમી ને આધારે એલ.સી.બી.પોલીસે જગ્યા ઉપર રેડ કરતા તળાવની પાળ ઉપર ઝાડ નીચે જુગાર રમતા આઠ શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા.પોલીસની રેડ જોઈ જુગાર રમતા જુગારીઓના હોંશ ઉડી ગયા હતા. પોલિસે જુગારીઓ પાસેથી જુગાર રમવાના સાધન અને રોકડ રકમ 87,880/-રૂ.જપ્ત કર્યા હતા અને જુગારધારા અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

ઝડપાયેલા જુગારીઓ

1-મનસુરી ઇમરાન અહેમદ ઉર્ફે પતલી નૂરમહમદ મુશાભાઈ

2- વાઘેલા રામચંદ્ર ઉર્ફે રાહુલ ભગવત ભાઈ

3- માળી રાજુભાઇ નારણભાઇ

4 – મનસુરી રીયાઝ અહેમદ નૂરમહમદ

5- રાવળ અમિત નાનજીભાઈ

6- મનસુરી મુસ્તકભાઈ અહેમદભાઈ

7 – મનસુરી ફિરોઝ અલ્લારખા

8- કુરેશી સોહિલ કાદરભાઈ ઉર્ફે જમઇ મુંજાતભાઈ

તમામ રહે.કડી

Admin

Admin

9909969099
Right Click Disabled!