ભાજપની વાત કરે તો કેસરીયું પત્રકારત્વ, બીજાની કરે તો પીળું પત્રકારત્વ…..!!

ભાજપની વાત કરે તો કેસરીયું પત્રકારત્વ, બીજાની કરે તો પીળું પત્રકારત્વ…..!!
Spread the love

દિલ્હી રાજ્ય વિધાનસભા ચૂંટણી જંગના શબ્દોના ધડાકા-ભડાકા શરૂ થઇ ગયા છે. ત્યારે ભાજપામાં સવિશેષ ગભરામણ છે કારણ કે આમ પ્રજા કેજરીવાલ સરકારે કરેલા પ્રજાહિતના કામોને લઈને લોકો આપ પક્ષ ઉપર ઓળઘોળ છે. અને આજ કારણે હાર ભાળી ગયેલા દેશના ગૃહ મંત્રી કે જેમની ત્રણ જન સભા યોજવામાં આવી છે ત્યારે તેઓએ પોતે જ પ્રેસ કોન્ફરન્સમાં આજતક ટીવી ન્યૂઝ ચેનલનું નામ લઇને કહ્યું કે આ ચેનલ આપ સરકારને જતાડવા માંગે છે એટલે આનાથી મોટું પીળું પત્રકારત્વ કોઈ ના શકે.જોકે તેઓ 2014ની ચૂટણીનો સમય ભુલી ગયા હોઈ શકે….!

લોકો આ ચેનલની વાત ન સાંભળે ત્યારે આ બાબત બહાર આવતા જ કેટલાક બુદ્ધિજીવીઓ અને રાજકીય પંડિતોએ કહ્યું કે દેશભરમાં મોટાભાગની ટીવી ચેનલો માત્ર સરકારના ગુણગાન ગાતા સમાચારો તેની વિવિધ યોજનાઓ અને કેન્દ્ર સરકારના રાજનેતાઓને વધારેમાં વધારે પ્રસિદ્ધિ આપે છે. તો ડેબિટો પણ એવી યોજે છે કે જે સરકારને ગમતી હોય… અને તેમાં પણ પ્રજાકીય મુદ્દા તો હોય જ નહીં… કે પ્રજાને લેવાદેવા ન હોય તેવા કલમ 370- 35 એ, પાકિસ્તાનના મુદ્દા સૌથી વધુ હોય છે. પરંતુ વિરોધ પક્ષોને કે સરકારનો વિરોધ કરતા હોય તેવા કોઇ મુદ્દો ઉઠાવતા નથી કે સમાચારમાં બતાવતા નથી. ત્યારે પ્રજાની મૂળ સમસ્યાઓ, મંદી, મોંઘવારી, બેરોજગારી, દેશની આર્થિક હાલત, શિક્ષણમાં ફી વધારો, ખેડૂતોના પ્રશ્નો એવા એક પણ મુદ્દે ડેબિટ કરવામાં આવતી નથી. કે તેના અંગેના સમાચારો પ્રસિદ્ધ કરતા નથી. આને કેવું જર્નાલિઝમ કહીશું…? પીળુ પત્રકારત્વ….?ચાપલુસી પત્રકારત્વ….કે વેચાઈ ગયેલું પ્રજાવિરોધી….?

જોકે લોકો હવે મોટા ભાગની ન્યૂઝ ચેનલો જોતા બંધ થઈ ગયા છે….! એટલે પ્રજાકિય ફટકો તો આવી ચેનલોને જ પડશે તેવી સ્થિતિ સર્જાવા પામી છે…! જે એક હકીકત છે…..!
દિલ્હીમા ભાજપાને હાર દેખાઈ રહી છે ત્યારે જે આજતક ન્યુઝ ચેનલ પ્રજાકીય ઇન્ટરવ્યૂ, પ્રજાકીય મુલાકાતો બતાવી રહી છે જેમાં લોકો આપ સરકારનાં કામો ના વખાણ કરી રહ્યા છે તે બતાવી રહી છે. તેનાથી અકળાઈને ગૃહમંત્રીએ તેના પર પીળા પત્રકારત્વનો આક્ષેપ ઠોકી માર્યો…. પરંતુ સાહેબ, 2014ની ચુંટણીનો સમય યાદ કરો.. ત્યારના સમયમા આજતક સહિતની દેશભરની ન્યુઝ ચેનલોએ મોદીને જીતાડવા ભરપૂર પ્રયત્નો કર્યા હતા… ત્યારે તમારે ડરવાની જરૂર ક્યાં છે….?

આજે ૭૦ ટકાથી વધુ ચેનલોને લોકો ગોદી મીડિયા તરીકે સંબોધન કરે છે… તો જીયો તમારી સાથે જ છે પછી… ડર કાહે કા…? જોકે કે ન્યુઝ ચેનલોએ મોદીજીને જીતાડવા ભરપૂર પ્રયાસો કર્યા હતા તે પણ મોદીજીના નિશાનામાં લેવાઈ કે જ્યારે જે.પી.નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી પામ્યા ત્યારે કાર્યકરોને સંબોધતા મોદીજીએ કહ્યું હતું કે તમો માધ્યમો ઉપર વિશ્વાસ ન રાખશો… જેમાં નિશાના પર હતુ શાહીનબાગ મહિલા આંદોલન…કે જે એક વિશાળ ફલક ઉપર વિસ્તરવા સાથે દેશભરની મહિલાઓ- લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે આસામ રાજ્યએ એન.આર.સી ને સમર્થન નહીં આપતાં સરકારે પોતાનો રૂખ બદલી એનપીઆર પર ચર્ચા કરવા લાગી છે. તો બીજી તરફ છત્તીસગઢના મુખ્યમંત્રીએ એવું કહ્યું હતુ કે વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે એન આર સી નો અમલ નહી કરાય.

બીજી તરફ ગૃહમંત્રી કહે છે કે સીએએ,એનઆરસી અને એનપીઆર એક વ્યવસ્થિત કાર્યક્રમ કે અને એ રીતે તેનો અમલ કરાશેજ… સમજવાનું એ છે કે આ બંનેમાં કોણ સાચું.? અને કોણ જૂઠું.? બંને વચ્ચે ખટરાગ છે… અને તે બંનેના કારણે સમગ્ર દેશને તકલીફ પડી રહી છે. તેમને એવો આરોપ પણ કેન્દ્ર સરકાર પર મૂક્યો હતો કે સરકાર ધર્મના આધારે દેશના ભાગલા પાડે છે. છેલ્લા સાત મહિનામાં લેવાયેલ તમામ નિર્ણયો અમિત શાહે લીધા છે તેવો આક્ષેપ કર્યો હતો. અને આ સમાચાર સમગ્ર દેશમાં ફરી વળતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે….. પણ સાથે સાથે એ નોંધવું રહ્યું કે લોકોને ગરીબી, બેરોજગારી, મોંઘવારી-મંદી, શિક્ષણ ફી વધારો, ખેડૂતોના પ્રશ્નો સહિતના પ્રશ્નો ભુલાવવામા ભાજપા સફળ થયો છે તેની નોંધ લેવી જ રહી…..!!

(જીએનએસ: હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!