વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી

વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરે મહાશિવરાત્રી પર્વની ઉજવણી
Spread the love

આજે શિવરાત્રીનો મહાપર્વ હોઈ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે ત્યાં મહેસાણા જિલ્લામાં આવેલ ઐતિહાસિક નગરી વડનગરમાં પૌરાણિક મંદીર હાટકેશ્વર મહાદેવ માં દ્વિ દિવસીય મહા શિવરાત્રી પર્વ નિમિત્તે ટી વી કલાકાર અને શ્રદ્ધાળુ ઓ એ દર્શન નો લાવો લઈ ધન્યતા અનુભવી છે…

વડનગર ખાતે આવેલ 2500 વર્ષ જૂના પૌરાણિક હાટકેશ્વર મહાદેવના મંદિરે દ્વિ દિવસીય મહા શિવરાત્રીપર્વ નું આયોજન કરાયું હતું જે કાર્યક્રમ ને લઈ મંદીર પ્રાગણ ને જગમગતિ રોશની થી આકર્ષક રૂપે શણગારવામાં આવ્યું હતું. ત્યાં શિવરાત્રી ની શોભા માં વધારો કરવા અને હાટકેશ્વર દાદા ના દર્શન નો લાવો લેવા સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ટીવી સીરીયલ નિર્માતા આસિત મોદી અને હાસ્ય કલાકાર ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતા કા ઉલટા ચશ્માના નટુ કાકા સહિત નગરજનો અને દૂર દુર થી આવેલ શિવભક્તો એ હાટકેશ્વર મહાદેવ મંદિર ની મુલાકાત લીધી હતી. સીરીયલ નિર્માતા આસિત મોદી એ દાદા ના દર્શન કરી નગરજનોને તારક મહેતા ના ઉલટા ચશ્મા નો એપિસોડ વડનગરમાં શુટિંગ કરવા ની ખાતરી આપી પોતે વડનગરના વતની હોવાનું ગૌરવ વ્યકત કર્યુ હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!