હદ થઈ હવે…! વિકાસ ના કામ ન થતાં ૧૦ ગામ ના સરપંચો ના સમર્થન સાથે જળ સમાધિ લેવાની માંગ…!

હદ થઈ હવે…! વિકાસ ના કામ ન થતાં ૧૦ ગામ ના સરપંચો ના સમર્થન સાથે જળ સમાધિ લેવાની માંગ…!
Spread the love

વિકાસના કામો ન થતાં ધનસુરા તાલુકાના ખડોલ ગામના સરપંચ જળ સમાધિ ની માંગ કરતા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મહીના અગાઉ નદી પર ૧૦ ગામના લોકોએ જાતે મહેનત કરી ને નદી પર કાચો રસ્તો બનાવ્યો હતો જેના કારણે બાયડ જવા સુલભ પડતું હતું આ પહેલા પુલ બનાવવા માટે ૧૮ કરોડ ની દરખાસ્ત કરવામાં આવી હતી પણ સરકારે કે તંત્રએ કાને ન લેવામાં આવતા સરપંચ ભલાભાઇ ભરવાડે સરકાર ન સાંભળતા વિરોધ પ્રગટ કરેલ છે જે બાબતે મહામહીમ રાજયપાલ શ્રી અને કલેકટરશ્રી ને લેખિત માંગણી કરી છે। ખડોલ, જશવંતપુરા, રણેચી સહીત ૭ બીજી ગ્રામપંચાય તો દ્વારા લિખિત લખાણ સાથે માંગણી કરવામાં આવી છે અને સરપંચ ભલાભાઇ દ્વારા તંત્ર ને જણાવામાં આવ્યું છે કે જો માંગણી નહી સ્વીકારે તો જળસમાધિ લેશે. જેની જવાબદારી જીલ્લા તંત્ર નથી રહેશે. સરપંચો ને લોકો મત આપી ચુંટી લાવે છે પરંતું આવા કામ વિકાસ ના ન થતાં સરપંચો મજબૂરી અનુભવી રહ્યા છે અને છેવટે આવા જળ સમાધી જેવાં પગલાં લેવા મજબૂર બની જાય છે આજુ બાજુના લોકોનું કહેવું છે કે સુતેલા સરકાર અને તંત્ર સત્વરે જાગે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Manoj Raval

Manoj Raval

Right Click Disabled!