કડી : 29 તારીખ પોલીસની અને 30 તારીખ અમારી…! : નારી એકતા મંચ

કડી : 29 તારીખ પોલીસની અને 30 તારીખ અમારી…! : નારી એકતા મંચ
Spread the love

નાનીકડી વિસ્તારમાં આવેલી શાળામાં ગયા બાદ સગીર પુત્રીના અપહરણની ઘટના બાદ સગીરાના વાલી દ્વારા સગીરાને પાછી મેળવવા પોલીસ સ્ટેશનના અસંખ્ય ધરમધક્કા ખાવા છતાં સગીરા મળી નહી જેથી સગીરાના વાલીએ પ્રેમલગ્ન જેવી બાબતોના વિરોધમાં શરૂ થયેલ સંગઠન નારી એકતા મંચનો સંપર્ક સાધ્યો હતો. જેથી સંગઠનની મહિલાઓએ કડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સગીરાને પાછી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.


આઠ મહિના પહેલા નાનીકડી વિસ્તારમાં આવેલી શાળામાં સગીરા શાળાએ ગયા બાદ ઘરે પરત ના ફરતા તેની શોધખોળ હાથ ધરાયી હતી જેમાં કડી તાલુકાના વેકરા ગામનો વિકાસ પટેલ નામનો યુવાન તેનું અપહરણ કરી લઇ ગયાનું ખુલતા કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોસ્કો જેવી ગંભીર કલમો લગાવી ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ગુન્હો નોંધાયાને આઠ માસ જેટલો સમય વીતવા છતાં સગીરાની કોઈ ભાળ ના મળતા પરીવાર દ્વારા કડી સ્થિત નારી એકતા મંચનો સંપર્ક સાધ્યો હતો. નારી એકતા મંચના પ્રમુખ ભગવતીબેન પટેલ અને પાટીદાર સેના દ્વારા રવિવારના રોજ કડી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ સગીરાને એક અઠવાડિયામાં શોધી કાઢવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

એક અઠવાડિયામાં અપહ્યત સગીરાની ભાળ નહિ મળેતો પોલીસ સ્ટેશનમાં ભૂખ હડતાળ બેસીશુ – નારી એકતા મંચ કડી

અપહૃત સગીરા બાબતમાં કડી પોલીસ સ્ટેશને પહોંચેલા નારી એકતા મંચ ના પ્રમુખ ભગવતીબેન પટેલે જણાવ્યું કે આઠ માસ વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેથી સગીરાનો પરીવાર દયનિય હાલતમાં મુકાઈ ગયો છે.પોલીસ દ્વારા એક અઠવાડિયામાં સગીરાની ભાળ મેળવવામાં નહિ આવે તો નારી એકતા મંચ ની બહેનો દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ભૂખ હડતાળ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!