ડાંગ દરબાર મેળા નિમિત્તે ૧૧મા ગ્રામીણ ઓલમ્પિક્સનો પ્રારંભ

ડાંગ દરબાર મેળા નિમિત્તે ૧૧મા ગ્રામીણ ઓલમ્પિક્સનો પ્રારંભ
Spread the love

આહવા,
બાળકની પસંદગી મુજબનું કોચીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર મળવુ જોઈએ – કલેકટર શ્રી એન.કે.ડામોર
રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાઓ,ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર ડાંગ દ્વારા આયોજીત ૧૧માં ગ્રામીણ ઓલમ્પિક્સ ને ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. ડાંગ દરબારના લોકમેળા અગાઉ યોજાતા ગ્રામીણ ઓલમ્પિક્સમાં ૧૭ જેટલી સ્પર્ધાઓના ૧૦૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
ગ્રામીણ ઓલમ્પિક્સને ખુલ્લો મુકતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લો આંતરરાષ્ટ્રિય એથ્લેટ્સ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત ને લઇને પ્રસિધ્ધ થયો છે. નેશનલ લેવલે ડાંગ જિલ્લાના બાળકોએ ભાગ લીધો છે. છેલ્લા દશ વર્ષથી ગ્રામીણ ઓલમ્પિક્સની શરૂઆત સરકારે કરી છે. તેથી આપણે બાળકોને ક્યાં લઇ જવા જોઇએ? આપણાં બાળકો રાજ્યકક્ષા કે રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવા જોઇએ. બાળકોની પસંદગી મુજબનું કોચીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર મળે તો બાળકને રમતગમતમાં ઉત્સાહ વધે અને આપણે બીજા જિલ્લાની હરોળમાં આવી શકીએ. વધુમાં બાળકો રમતની સાથે સાથે અભ્યાસમાં આગળ વધી ધોરણ-૧૨ પછી પોલીસ કે મીલીટરીમાં પણ જઇ શકે છે. કલેકટરશ્રી ડામોરે ભાગ લેતા તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ ગ્રામીણ ઓલમ્પિક્સ યોજવાનો સરકારશ્રીનો હેતુ સમજાવતા કહયું હતું કે ગ્રામીણ ક્ષેત્રોના ખેલાડીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળે છે.તેમજ તેઓમાં શારિરીક-માનસિક ક્ષમતા,ખેલદિલી,સંધભાવના જેવા ગુણોનો વિકાસ આવા રમતોત્સવથી થાય છે. આમ રાજ્ય સરકારે ખૂબ સંવેદના સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારાએ જણાવ્યું હતું કે ડાંગ દરબાર મેળાના પાંચ દિવસ અગાઉ ગ્રામીણ ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે. આજે ૧૧માં ગ્રામીણ ઓલમ્પિક્સમાં ગુજરાતના ડાંગ,પંચમહાલ,દાહોદ,તાપી,નવસારી,વલસાડ જેવા આદિવાસી જિલ્લાના રમતવીરો દ્વારા અલગ અલગ પરંપરાગત રમતો રમાડવામાં આવે છે. જેમાં એથ્લેટિક્સ,પર્વતિયાળ લાંબી દોડ,તિરંદાજી,ખો-ખો,કબડ્ડી, રસ્સાખેંચ,શુટીંગ વોલીબોલ,ગિલ્લોલ,કુસ્તી વિગેરે રમતો યોજાય છે. વિજેતા ખેલાડીઓને રૂા.૧.૭૦ લાખથી વધુ રકમના રોકડ ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.કવા,પી.પી.સ્વામી,આહવા સરપંચ શ્રીમતિ રેખાબેન પટેલ,જિલ્લા રમત-ગમત કચેરી સ્ટાફ,શિક્ષણાધિકારી કચેરી સ્ટાફ ઉપસ્થિત રહયા હતા. આભારવિધિ જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરલ પટેલે કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!