માણસા તાલુકામાં સેનેટાઈઝર અને માસ્કની કૃત્તિમ અછત તથા કાળાબજારી ?

માણસા તાલુકામાં સેનેટાઈઝર અને માસ્કની કૃત્તિમ અછત તથા કાળાબજારી ?
Spread the love

તાજેતરની કોરોના (COVID 19) ની અતિ ગંભીર અને અતિ સંવેદનશીલ સ્થિતિમાં સરકારશ્રીએ દરેક નાગરિકને માસ્ક અને સેનેટાઈઝાર નો ફરજિયાતપણે ઉપયોગ કરવા ફરજ પાડેલ છે. સરકારશ્રીએ સરકારી દવાખાના કે સીવીલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સગવડ તો પૂરી પાડી જ નથી પરંતુ માણસા નગરમાં લગભગ તમામ મેડીકલ સ્ટોર્સમાં પણ સદર સેવાઓ પૈસા ખર્ચવા છતાં પણ ઉપલબ્ધ નથી. જ્યાં ઉપલબ્ધ છે ત્યાં પણ તેના ખુલ્લેઆમ કાળાબજાર થઈ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં લાચાર જનતા શું કરી શકે છે…?!!

સરકારી તંત્રમાં કોઈ સાંભળનાર નથી. સરકારી કચેરીઓમાં ફરિયાદ સાંભળનાર જ નથી કોઈ….!!! તાલુકા આરોગ્ય કચેરીએ જ ખંભાતી તાળાં વાગેલાં છે ત્યાં રજૂઆત કોને કરવી. ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચવું પણ કેવી રીતે.. ?? ડિઝીટલ ઈન્ડિયાની ગુલબાંગો પોકારનાર અધિકારીઓને ઇ-મેઈલ વાંચવા સુદ્ધાંનો સમય નથી.

સરકારી તંત્રની ઢીલી નીતિ અને બેદરકારી-બેજવાબદારી ક્યાંક કપરી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે અને અનેક બેબસ નાગરિકો સરકારની આવશ્યક સુવિધાઓના અભાવ-ઊણપ-ખામી-ક્ષતિ ને કારણે પોતાના જીવથી હાથ ધોઈ બેસશે.

એક જાગૃત-જવાબદાર સમાજસેવી હોવાના નાતે આ અંગે મેં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી – માણસા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી – ગાંધીનગર, ઉપમુખ્યમંત્રીશ્રી – ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રીશ્રી – ગુજરાત રાજ્યને લેખિત ફરિયાદ પણ આપી છે તેમજ ઉપલબ્ધ મોબાઈલ પર પણ ફરિયાદ મોકલી આપી છે. વધુમાં સરકારશ્રીના લાગુ પડતાં વિવિધ વિભાગોના આ ઈ-મેઈલ પર પણ ફરિયાદ રજૂ કરી છે, પરંતુ કોઈ જ પ્રત્યુત્તર-જવાબ-નિર્ણય-પગલાં મળેલ નથી.

[email protected], [email protected], [email protected],

[email protected], [email protected], [email protected]

Admin

Admin

9909969099
Right Click Disabled!