ઓથવાડ ગ્રામ પંચાયતે જારી કરેલો પરિપત્ર માં લોકડાઉન ને કરી નાખ્યું ‘ડાઉનલોડ’

ઓથવાડ ગ્રામ પંચાયતે જારી કરેલો પરિપત્ર માં લોકડાઉન ને કરી નાખ્યું ‘ડાઉનલોડ’

ઓથવાડ,
આ ટાઇટલ વાંચતાં જ પ્રિન્ટિંગ મિસ્ટેક થઇ ગઇ છે કે કેમ તેવો વિચાર આવે તે સ્વાભાવિક છે પરંતુ આ પ્રિન્ટિંગ મિસ્ટેક નહીં પણ ઓથવાડ ગ્રામ પંચાયત દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રનો અંશ છે.
વાત એમ છે કે, કોરોનાનો કેર વધતા સમગ્ર દેશમાં ૨૧ દેશનું લોકડાઉન જારી કરવામાં આવ્યું છે. જેના અનુસંધાનમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા ઓથવાડ ગામની ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને આ લોકડાઉનનો કડક રીતે અમલ કરવાનો નિર્દેશ અપાયો છે.
એટલું જ નહીં સમગ્ર દેશમાં હાલ ૧૪ એપ્રિલ સુધીનુ લોકડાઉન જારી કરવામાં આવ્યું છે જ્યારે ઓથવાડ ગ્રામ પંચાયતે એક ડગલું આગળ જઇને ૨૧ એપ્રિલ સુધી આ લોકડાઉન જાહેર કરાયું છે. આ ઉપરાંત લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક પગલા લેવાની પણ સૂચના અપાઇ છે. આ પરિપત્રમાં સરતચૂકથી લોકડાઉનને બદલે ભલે ડાઉનલોડ લખાયું હોય પણ ઓથવાડ ગ્રામ પંચાયતે કોરોના સામે લડવા માટે જે કડક સૂચના આપી છે તે પ્રશંસનીય ચોક્કસ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!