રાજકોટ મનપામાં ગુજરાતનું પ્રથમ કોરોના કિલર વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન મુકાયું

રાજકોટ મનપામાં ગુજરાતનું પ્રથમ કોરોના કિલર વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન મુકાયું
  • ૧ મિલિયન વાઇરસ મારનાર

રાજકોટ,
રાજકોટ મનપામાં કોરોના કિલર મશીન લગાવાયું છે. ગુજરાતનું પ્રથમ વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશીન ફીટ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનમાં આવતા લોકોને હવે ૧૦ સેકન્ડમાં ડિસ ઇન્ફેક્ટ કરવામાં આવશે. આ મશીન ૧ મિલિયન વાઇરસ મારે છે. રાજકોટમાં કુલ ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. યુનિવર્સલ ડિઝાઇનોવેશન લેબ, કાવ્યમ એનર્જી અને નચિકેતા ગ્રુપ દ્વારા તૈયાર કરી કોર્પોરેશનને ભેટ કર્યું છે. સેન્સર સિસ્ટમથી આ મશીન કામ કરશે. ૧ માણસ રૂ. ૨માં ડિસ ઇન્ફેક્ટ થાય છે.
મશીનમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લિÂક્વડનો ઉપયોગ થાય છે. હવે આ વાઇરસનો ચેપ વધુ લોકો સુધી ન પહોંચે તે માટે તંત્ર પણ હવે શક્્ય તેટલા પ્રયાસો કરી રÌšં છે. જેના ભાગરૂપે જ રાજકોટ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ડિસઇન્ફેક્શન મશીન મુકવામાં આવ્યું છે. મનપા ખાતે આવતા સ્ટાફ અને અન્ય લોકો આ મશીનમાં થોડી પળો ઉભા રહી ડિસઇન્ફેક્ટ થઈ શકે છે. આજે મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગણી, ઉપરાંત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!