રાજકોટ જીલ્લાના ઉપલેટા સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખની અનન્ય સેવા

રાજકોટ જીલ્લાના ઉપલેટા સિદ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખની અનન્ય સેવા
Spread the love

આપના દેશમાં કોરોના વાયરસના લીધે સરકારશ્રીએ 21 દિવસનું લોકડાઉન કરેલ છે. આવી કપરી પરિસ્થિતિ માં જે ગરીબ પરિવારના લોકો મજૂરી કરીને કાયમનું કાયમ ગુજરાન ચલાવતા હતા તેવા લોકો હાલ ધંધા રોજગાર બંધ કરી કાયદાને ધ્યાનમાં લઈ ઘરે બેસી રહ્યા છે. અને મજૂરી ન મળવાને કારણે આર્થિક ભીંસમાં આવી ગયા છે. પણ જો બધા દેશો અલગ એવા આપણા ભારત દેશમાં જોવા જઈએ તો અહીંયા સેવાભાવી સંસ્થાઓ અને સેવાકીય લોકોની કોઈ કમી નથી.

આવી જ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહે તેવા સિધ્ધનાથ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, રમેશભાઈ પાનેરા જગદીશભાઈ પૈડા, મનુભાઈ બારોટ, નિતીભાઈ કારાવડીયા, અનીલસિહ સોલંકી, દ્વારા ગરીબ પરિવારો ને અનાજની કીટ બનાવી જીનમીલ ચોક, વાડલા રોડ, જડેશ્ર્વરનગર, ખાખી જાળીયા રોડ વિસ્તારમાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘઉં, ખીચડી, બટાકા શાકભાજી જેવી દરેક વસ્તુઓ એક કીટ આપી હતી અને ગરીબ પરિવારોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી અને હજુ પણ જરૂર પડ્યે આવા પરિવારોની સેવા કરવા જણાવ્યું હતું.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

VideoCapture_20200403-152041-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!