અરવલ્લી-સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા અનાજના સંચાલકોએ માનવતા નેવે મૂકી…..!!

અરવલ્લી-સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં સસ્તા અનાજના સંચાલકોએ માનવતા નેવે મૂકી…..!!
Spread the love
– અનાજનો જથ્થો ઓછો આપતા હોવાની બૂમો ઉઠી
અરવલ્લી : સમગ્ર વિશ્વ બાદ ભારત દેશમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ માટે દેશ માં લોકડાઉન જાહેર કર્યું છે. જો કે લોકડાઉનમાં જે લોકો રોજ કમાઈને રોજ ખાઈ રહ્યા છે તેવા પરિવારને કોઈ તકલીફના પડે તે માટે સરકાર દ્વારા રેશનિંગનું દુકાનો પણ બી પી એલ કાર્ડ ધારકોને મફતમાં અનાજ આપવાનુ નક્કી કર્યું છે. અનાજ આપવાનુ શરૂ થાય જ વહેલી સવારથી જ રેશનિંગની દુકાનો પર લાંબી કતારો જોવા મળી રહી છે બીજી તરફ કેટલાક દુકાનદારો માટે જાણે કે આ કમાવવાની સીઝન શરૂ થઈ ગઈ હોય તેમ આ પરિસ્થિતિમાં પણ લોકોને છેતરવાનુ બંધ નથી કર્યું. અને વજનમાં ગોલમાલ કરી છેતરપીંડી કરી રહ્યા છે.
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ગરીબ અને અભણ પ્રજા સાથે કેટલાક સસ્તા અનાજ દુકાનના સંચાલકો નિયત જથ્થા કરતા ઓછો આપી છેતરપિંડી કરી રહ્યા હોવાની સાથે જવાબદાર તંત્ર આવા લેભાગુ સંચાલકોને છાવરી રહી હોવાની બૂમો ઉઠી રહી છે બંને જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં ભોળી પ્રજાજનો સસ્તા અનાજનો જથ્થો સામાન્ય દિવસોમાં કેટલાક દુકાનદારો બરોબર સગેવગે કરતા હોવાની બૂમો ભૂતકાળમાં અનેકવાર ઉઠી છે ત્યારે  કોરોનાની મહામારીમાં ગરીબો અને શ્રમિકોની મજૂરી છીનવાતા હાલત દયનિય બની છે બીજીબાજુ સરકાર તરફથી રાહત રૂપે મળેલ અનાજના જથ્થામાં પણ કેટલાક લાલચુ વેપારીઓની માનવતા મરી પરવારી હોય તેમ અનાજનો જથ્થો ઓછો આપી બારોબારીયું કરતા વેપારીઓ સામે જવાબદાર તંત્ર દ્વારા સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ થતા જથ્થામાં ગોલમાલ કરતા સંચાલકો સામે લાલ આંખ કરે તે ખુબ જરૂરી બન્યું છે
Admin

Admin

9909969099
Right Click Disabled!