તાળાબંધી બાદ ધીમે-ધીમે ખુલશે ઓફિસોના તાળા…!! શું છે સરકારની યોજના..?

તાળાબંધી બાદ ધીમે-ધીમે ખુલશે ઓફિસોના તાળા…!! શું છે સરકારની યોજના..?
Spread the love

મોદી સરકાર તરફથી લગાવવામાં આવેલ 21 દિવસોનું લૉકડાઉન હવે એક સપ્તાહ બાદ સમાપ્ત થઈ રહ્યું છે. આ લૉકડાઉન ભારતમાં ઝડપથી ફેલાતા કોરોના વાઈરસને કાબૂમાં લેવા માટે લાગૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર હવે 14 એપ્રિલે લૉકડાઉન ખુલ્યા બાદ કામ થઈ શકે છે કેમ? તેની તૈયારીમાં લાગી ગઈ છે. આ માટે તમામ મંત્રીઓને કહી દેવામાં આવ્યું છે કે, તેઓ આગામી 8 દિવસોમાં એવા પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરે કે જેને શરૂ કરવામાં આવી શકે.

સરકારે બિડ્સ પર ઘરેથી જ કામ કરીને તમામ પેપર વર્ક પૂરા કરવા જણાવ્યું છે. આ ઉપરાંત રોસ્ટર પણ તૈયાર કરવામાં જણાવ્યું છે. જે પ્રમાણે લોકો શિફ્ટમાં કામ કરશે. આ સાથે જ ઓડિયો-વીડિયો ટેક્નીકનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ મીડિયામાં જણાવ્યું કે, 21 દિવસના લૉકડાઉનમાંથી બહાર આવવું એટલું જ અઘરૂ છે. જેટલુ તેને લાગુ કરવું. આમ છતાં સરકારને હવે કામકાજ તો શરૂ કરવું જ રહ્યું. જણાવી દઈએ કે, એક કમિટીમા આ તમામ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી છે. જેના દ્વારા 21 દિવસના લૉકડાઉન સમાપ્ત થયા બાદ કામકાજ શરૂ કરવામાં આવી શકે છે.

સરકાર ખાસ કરીને રોડ અને એજ્યુકેશન સેક્ટરમાં થનારા નિર્માણનું કામ શરૂ કરવાની તૈયારીમાં છે. બીજી તરફ એગ્રીકલ્ચર સેક્ટરને તો પહેલાથી જ લૉકડાઉનમાં છૂટ મળેલી છે. લૉકડાઉન લાગૂ થયાના કેટલાક સમય પહેલા જ કેન્દ્ર સરકારે લેન્ડ યુઝમાં ફેરફારને લઈને નોટિફાઈ કરી દીધી હતી. હાલના સમયમાં મોદી સરકારમાં નિર્માણ કાર્ય કરનાર સૌથી મોટા એકમ CPWD એવા ટેન્ડરો પર કામ કરી રહી છે. જે પહેલા માર્ચમાં ઈસ્યૂ થવાના હતા. માનવામાં આવે છે કે, લોકડાઉન સમાપ્ત થતા જ તેના પર પણ કામ શરૂ થઈ જશે.

હાલ તો સરકારની યોજના અર્થ વ્યવસ્થાને શરૂ કરવાનો છો. એવામાં આ પ્રોજેક્ટ મારફતે એવા વિસ્તારોમાં કામ શરૂ કરવામાં આવી શકે છે, જ્યા હજુ સુધી કોરોનાનો ચેપ ફેલાયો નથી. આવું કરવાથી રોજગારની તકો પેદા થશે અને ગરીબોના હાથમાં રૂપિયા આવશે. એક બીજું મોટું કામ એ છે કે, આદિવાસી બાબતોમાં મંત્રાલય એવા જિલ્લામાં સ્કૂલોનું નિર્માણ કરવાનું છે. જ્યાં આદિવાસી વસ્તી સૌથી વધુ છે. આશા કરવામાં આવી રહી છે કે, લોકડાઉન સમાપ્ત થયાના તરત બાદ જ તેનું કામ શરૂ કરવામાં આવશે. આ પ્રકારે સરકાર તરફથી તમામ મંત્રાલયોને કહેવામાં આવ્યું છે કે, તેઓ લોકડાઉન બાદ કામ શરૂ કરવાના વિકલ્પે પર વિચાર કરે.

IMG-20200407-WA0019.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!