ભારતમાં ૬૦ અબજનાં બાંધકામ પ્રોજેક્ટને ફટકો

ભારતમાં ૬૦ અબજનાં બાંધકામ પ્રોજેક્ટને ફટકો
Spread the love

કોરોના વાઈરસને કારણે ભારત ભરતમાં કન્ટ્ર્સ્ટ્રક્શન સહિતના તમામ ઉદ્યોગો ઠપ્પ થયા છે. કન્સ્ટ્રક્શન ઉદ્યોગનું કદ ખાસ્સું મોટું છે અને તેની વ્યાપક અસર છે. નેધરલેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય એકાઉન્ટિંગ એજન્સી કેપીએમજીએ ભારતના બાંધકામ ઉદ્યોગ પર રિપોર્ટ તૈયાર કર્યો છે. એ રિપોર્ટ પ્રમાણે અત્યારે કોરોનાની અસર હેઠળ ભારતના ૫૯ અબજ રૂપિયાના બાંધકામ પ્રોજેક્ટ્સ બંધ થઈ ગયા છે. તેના કારણે મોટી સંખ્યામાં માર્કેટમાં ફરતા નાણા પણ ઠપ્પ થયા છે.

કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે બીજા ૨૫૦ પ્રકારના ઉદ્યોગો જોડાયેલા છે. કેમ કે કન્સ્ટ્રક્શન માટે અનેક પ્રકારની સામગ્રીની જરૂર પડે છે. આ ઉદ્યોગો પણ અત્યારે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતમાં અંદાજે ૬૦ કરોડ કામદારો બાંધકામ ઉદ્યોગમાં રોકાયેલા છે. એ બધાની આવક પણ અટકી ગઈ છે. જોકે આશાસ્પદ વાત એ છે કે લૉકડાઉન પછી અર્થતંત્ર શરૂ થશે ત્યારે સૌથી વધુ ઝડપથી તેજી બાંધકામ ઉદ્યોગ લાવી શકશે. કેમ કે અત્યારે અધુરા રહેલા બાંધકામો ફરીથી શરૂ થશે, તેની સાથે રહેલા કામદારો રોજી મેળવશે અને તેના સહિયારા ઉદ્યોગોમાં પણ ડિમાન્ડ નીકળશે.

Building-Gift-City.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!