ગાયોને ઘાસચારો આપીને ગૌ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતા કમાળી ગામના યુવાનો

ગાયોને ઘાસચારો આપીને ગૌ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતા કમાળી ગામના યુવાનો
Spread the love

કોરોના વાયરસની મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે સમગ્ર ભારતમાં મોદી સરકારને 21 દિવસ બાદ ફરી 19 દિવસનું લોકડાઉન લંબાવવાની ફરજ પડી હતી, જોકે આવા કપરા મહામારીના સમયમાં પણ લોક સેવાની સાથે સાથે ગાયોની સેવા કરી માનવતાના દર્શન કરાવી રહ્યા છે ત્યારે થરાદ તાલુકાના કમાળી ગામે સેવા પરમો ધર્મનો મંત્ર અપનાવી સેવાની સુવાસને ફેલાવતા યુવાનો દ્વારા ગામની ગાયો માટે ઘાસચારો આપી ગૌ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક બનાવ્યું હતું.

કમાળી ગામે રાષ્ટ્રભક્ત યુવાનોએ સ્વેચ્છાએ 80 હજારનો ફંડ એકત્ર કરીને તેમાંથી 40 હજારનો ઘાસચારો ગાયોને માટે ફાળવ્યો હોવાનું ગામના રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું, તેમજ કોરોના વાયરસના કપરા સમયમાં લોકસેવાની સાથે સાથે ગૌસેવા કરી માનવતાના દર્શન કરાવતા સેવાભાવી યુવાનોનું કાર્ય ખરેખર પ્રસંશાને પાત્ર છે, તેમજ યુવાનોએ ગૌસેવા માટે ફાળો એકઠો કરી સેવાકાર્યમાં વાપરતા યુવાનોનો ગ્રામલોકોએ આભાર માન્યો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ

IMG-20200418-WA0030-0.jpg

Admin

Arvind Purohit

9909969099
Right Click Disabled!