રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ કરાયો બંધ
Spread the love

રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કેટલાક વાહન ચાલકો બ્રીજ પર વાહન હંકારી ગોંડલ ચોકડીથી સીધા માધાપર ચોકડી અને માધાપર ચોકડીથી સીધા ગોંડલ ચોકડી સુધી પહોંચી જતા હતા. અને બ્રીજ ઉપરથી પસાર થવાના લીધે તે પોલીસના ચેકીંગથી છટકી જતા હતા. આ બાબત ઘ્યાને આવતા ચેકીંગ સઘન કરવાના ભાગરૂપે ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના ત્રણેય ઓવરબ્રીજ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓવરબ્રીજ બંધ કરી દેવાથી હવે વાહન ચાલકોને B.R.T.S. રૂટ પરથી ફરજીયાત પસાર થવાનું રહેશે.

જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોનું સઘન ચેકીંગ કરી શકાય. ડી.સી.પી. ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મેટોડા G.I.D.C. માં ઔદ્યોગીક એકમો શરૂ થયા બાદ કેટલાક ઉદ્યોગકારો મંજૂરી ન હોવા છતાં પોતાના એકમ ચાલુ કરી દે છે. માટે તેમની સામે કાર્યવાહી કરવા મેટોડા જતા વાહનોને પણ પોલીસ દ્વારા ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ ડી.સી.પી. એ એવુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મંજૂરી વીના એકમો ચાલુ કરી દેનાર ઉદ્યોગકારો સામે પગલા લેવાશે. અને તેના વાહન પણ ડીટેઇન કરાશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200429-WA0023.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!