થરાદથી સ્લીપર કોચ મારફતે મહારાષ્ટ્રના શ્રમિકોને વતન મોકલાયા

થરાદથી સ્લીપર કોચ મારફતે મહારાષ્ટ્રના શ્રમિકોને વતન મોકલાયા
Spread the love

કોરોના વાયરસના કહેરથી લોકોમાં હાહાકાર મચી ગયો છે, જોકે મહામારીથી લોકડાઉન કરી લોકડાઉન લંબાવવાની ફરજ પડતા અન્ય રાજ્યોના ગુજરાતમાં રહી ગુજરાન ચલાવતા શ્રમિકો મહામારી વચ્ચે લોકડાઉનમાં અટવાઈ જતા તેમને વતન મોકલવા તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરી વતન પરત મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે, ત્યારે ઘેસડા ગૃપ ગ્રામપંચાયત અને ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સહિત વહીવટી તંત્ર દ્વારા મહારાષ્ટ્રના શ્રમિકોને તેમના વતન જવા તેમને ગવર્મેન્ટ પાસ ઈસ્યુ કરીને સ્લીપર કોચ મારફતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી વતન મોકલાયા હતા. આ કાર્યમાં ઘેસડા ગૃપ ગ્રામપંચાયતના સરપંચ જેતશીભાઈ પટેલ અને તેમની ટીમ સહિત ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્રમિકોને પોતાના વતન મહારાષ્ટ્રમાં મોકલાયા હતા, જોકે સરાહનીય કામગીરી બદલ તમામ શ્રમિકોએ ઘેસડા ગૃપ ગ્રામપંચાયત સહિત ગુજરાત રાજ્ય યુવક બોર્ડ તેમજ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200510-WA0041-0.jpg IMG-20200510-WA0040-1.jpg

Admin

Arvind Purohit

9909969099
Right Click Disabled!