સંતરામપુર તાલુકામાં ચુથાના મુવાડા, સરસણ ખાતે નાગરિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી

સંતરામપુર તાલુકામાં ચુથાના મુવાડા, સરસણ ખાતે નાગરિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
Spread the love
  • આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી હું પણ કોરોના વોરિયર અભિયાનમાં જોડાયા

લુણાવાડા,
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના સાથે સામૂહિક યુદ્ધ માટે હું પણ કોરોના વોરિયર અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનનો ૨૧મીથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત પ્રત્યેક ગુજરાતી બનશે કોરોના વોરિયર અને હું હંમેશા માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળીશ, હું મારા પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તે સુનિશ્ચિત કરીશ. હું દો ગજ દૂરી, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશ. એમ ત્રણ સંકલ્પ લઈ સંકલ્પ બદ્ધ થશે.

આ અભિયાનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય સેતુ એપ કોરોના સંબંધિત (COVID-19) ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ તેની તમામ માહિતી આરોગ્ય સેતુ એપમાં આપવામાં આવી છે.

આ આરોગ્ય સેતુ એપ જિલ્લાના વધુને વધુ લોકો ડાઉનલોડ કરે તે માટે જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી અપીલ કરી હતી.આ અપીલના સમર્થનમાં જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ આરોગ્ય તંત્રના કર્મીઓ અને પ્રાથમિક શિક્ષકોને જિલ્લાના નાગરિકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે માટે પ્રચાર-પ્રસાર કરવા જનજાગૃતિ કેળવવા અને સમજ આપવા અંગે પણ અપીલ કરી હતી.

આ અપીલને અનુલક્ષીને જિલ્લાના આરોગ્ય કર્મીઓ અને પ્રાથમિક શિક્ષકો દ્વારા જિલ્લાના ગામે ગામ આયુર્વેદિક ઉકાળા, સમસમ વટી, વિટામીન – સી, આર્સેનિક આલ્બમની દવાઓના વિતરણ તેમજ સર્વેલન્સની કામગીરી દરમિયાન નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સમજ આપવાની સાથે ડાઉનલોડ કરાવવામાં આવી રહી છે.
તદ્દનુસાર સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ખાતે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી દરમિયાન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણ ખાતે હોમિયોપેથીક દવાના વિતરણની સાથે નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૨ હજારથી વધુ નાગરિકો આ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચૂકયા છે

Admin

Admin

9909969099
Right Click Disabled!