અમરેલી જિલ્લામાં 108 પાયલોટ દિવસની ઉજવણી કરી

અમરેલી જિલ્લામાં 108 પાયલોટ દિવસની ઉજવણી કરી
Spread the love
  • અમરેલી જિલ્લા 108 ઇમરજન્સી સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી અને સન્માનિત કરવામાં આવ્યા

હાલ માં ચાલી રહેલ કોરોના ની મહામારી માં 108 ઇમરજન્સી સેવા 24x 7 તેમજ 365 દિવસ કાર્યરત ખિલખિલાટ, મહિલા અભ્યમ 181 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચારીઓ છેલ્લા 60 દિવસ થી દિવસ અને રાત જોયા વગર 24 કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે અને તેમનો માત્ર એકજ સંકલ્પ છે માનવ જીવન બચાવવું અને આ કોરોનાની મહામારી માં લોકોની વહારે આવવું તેવા જ સાહસિક કર્મચારીઓનું આજે પાઇલોટ ડે નિમિત્તે અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લાના પ્રોગામ મેનેજર શ્રી ચેતન સાહેબ ગાધે તેમજ જિલ્લા અધિકારી શ્રી યોગેશ જાની, અમાનત અલી નક્વી, દ્વારા સ્ટાફ ને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સાથો સાથ અમરેલી જિલ્લા માં કોરોના ની મહામારી બેસ્ટ અને સારી કામગીરી બદલ કોરોના ની મહામારી માં 108 ઇમરજન્સી સેવા તેમજ ખિલખિલાટ, મહિલા અભ્યમ 181 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચારીઓને કોવિડ -19 કોરોના વોરીયર્સ ના બેજ લગાવી ને સન્માન કરાયું હતું અને તેઓની કામગીરી ને બિરદાવી હતી.

યોગેશ કાનાબાર (રાજુલા)

IMG-20200527-WA0074-0.jpg IMG-20200527-WA0062-1.jpg IMG-20200527-WA0063-2.jpg

Admin

Yogesh Kanabar

9909969099
Right Click Disabled!