સાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દીઓએ કોરોનાને માત આપી

સાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દીઓએ કોરોનાને માત આપી
Spread the love
  • સાત પુરૂષ અને એક મહિલા સ્વસ્થ થતા ઘરે જવા રજા અપાઇ
  • ઇડરના શોભનાબેન પોતાના તંદુરસ્ત શિશુ સાથે સ્વસ્થ થઈ ઘરે ગયા
  • સાબરકાંઠા જિલ્લાના વધુ આઠ દર્દી કોરોનામુક્ત બનતા રજા અપાઇ. જિલ્લાની તબીબી ટીમ દ્રારા કોરોનાના દર્દીઓને સઘન સારવારના અંતે આજે સાત પુરૂષ અને એક મહિલા સ્વસ્થ થતાં ઘરે જવા રજા આપવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ૪૦ વર્ષિય પ્રદિપભાઇ રાઠોડ, વિજયનગર તાલુકાના રાજપુરના ૩૨ વર્ષિય ભરતભાઇ પટેલીયા, ચિઠોડાના ૫૦ વર્ષિય ડાહ્યાભાઇ રાવળ અને ૨૫ વર્ષિય દિપકભાઇ રાવળ અને લીમડાના દિનેશભાઇ પાંડોર હિંમતનગરના સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ કેસ સેન્ટર ખાતે સારવાર લઈ રહ્યા હતા. જેમણે કોરોનાને માત આપતા આજે રજા અપાઇ છે. આ સાથે કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈ રહેલા ૪ રાજસ્થાન અને બે અન્ય જિલ્લાના દર્દીઓને પણ કોરોના મુક્ત કરી વતન મોકલવામાં આવ્યા હતા.

હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ ત્રણ દર્દી હિંમતનગર બેરણાના ૨૮ વર્ષિય વનકર વિમલકુમાર અને ૪૨ વર્ષિય રહેવર સુભાષભાઇ તેમજ ૨૪ વર્ષિય શોભનાબેનને સગર્ભાવસ્થામા કોરોના થતા દાખલ કરવામાં આવ્યા હતા તેઓ પણ પોતાના તંદુરસ્થ બાળક સાથે પોતાના ઘરે પરત ફર્યા છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૬ દર્દી કોરોના મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. આ દર્દીઓને ઘરે જતા ૪ ત્રિપલ લેયર માસ્ક સેનિટાઇઝરની બોટલ તેમજ પરિવાર સાથે હાલ ૦૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવા શિક્ષણ આપવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200528-WA0257-1.jpg IMG-20200528-WA0259-2.jpg IMG-20200528-WA0256-0.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!