અરવલ્લી જિલ્લાના ૧૧૧ કોરોના પોઝિટીવ પૈકી ૯૭ સ્વસ્થય: ૧૧ સારવાર હેઠળ

અરવલ્લી જિલ્લાના ૧૧૧ કોરોના પોઝિટીવ પૈકી ૯૭ સ્વસ્થય: ૧૧ સારવાર હેઠળ
Spread the love
  • અરવલ્લીમાંથી વધુ ૯ લોકો કોરોનામુક્ત બન્યા

મોડાસા,
અરવલ્લી જિલ્લામાં બે દિવસ દરમિયાન ૨૦ લોકો કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફરતા જિલ્લામાં નોંધાયેલા ૧૧૧ કોરોના પોઝિટીવ પૈકી ૯૭ સ્વસ્થય થયા છે. જયારે ૧૧ લોકો કોરોનાની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જણાવ્યું હતું કે, જિલ્લામાં ગુરૂવારના રોજ મોડાસા શહેરી વિસ્તારના ૩૪ વર્ષિય યુવાનનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવતા જિલ્લામાં અત્યાર સુધી મોડાસા શહેરના કોરોનાના ૩૨ કેસ નોંધાયા છે જયારે બાયડના ૧૪, ભિલોડાના ૧૭, મેઘરજના ૧૧, ધનસુરાના ૧૮ અને મોડાસાના ૧૯ મળી કુલ ૧૧૧ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે સમયસરની સારવારથી ૯૭ લોકોની સારવાર પૂર્ણ થતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.

જેમાં બુધવારના રોજ મેઘરજના એક, ભીલોડાના ૪ તેમજ વાત્રક કોવિડ હોસ્પિટલમાંથી બાયડના ૪ અને ધનસુરા તાલુકાના બે મળી ૧૧ તેમજ ગુરૂવારના રોજ મોડાસાના ૩, બાયડના બે અન. ધનસુરાના ચાર મળી કુલ ૯ કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુક્ત બનતા રજા આપવામાં આવી છે.

જિલ્લામાં હાલ વાત્રક કોવિડ હોસ્પિટલમાં ૩, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ૭ પોઝીટીવ દર્દીને સારવાર હેઠળ તેમજ હીમતનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવા માં આવેલ એક દર્દી સહિત કુલ ૧૧ લોકો કોરાનાની સારવાર લઇ રહ્યા છે.
જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે ૧૬૨૬ લોકોન હોમ કોરોન્ટાઇન કરાયા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!