કારોના બ્લાસ્ટ : કડીમાં એકી સાથે 5 કારોના કેસ આવતા તંત્ર એકશન મોડમાં

કારોના બ્લાસ્ટ : કડીમાં એકી સાથે 5 કારોના કેસ આવતા તંત્ર એકશન મોડમાં
Spread the love

કડીમાં ગુરુવારના રોજ કડી નગરપાલિકા ના બે કર્મી સહિત 5 લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલી રાજવૈભવ સોસાયટી રહેતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશભાઈ આચાર્ય સહિત શક્કરપુરા વિસ્તાર ના રહીશ મહિલા સફાઈ કર્મચારી અને જૂની બરોડા બેન્ક પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધ અને હાથીવાડ અને ચબૂતરા ચોકના રહીશ નો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર માં દોડધામ મચી જવા પામી હતી.

છેલ્લા કેટલાક સમય થી હોમ કોરેન્ટાઇન થયેલ પાલિકા ના સેનેટરી ઇન્સ્પેકટરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ તેમજ અજાણ્યા લોકો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. કડીમાં જૂની બરોડા બેન્કની બાજુમાં રહેતા અહમદભાઈ ઘાચી નામના આધેડ ને 17 મે થી 26 મે સુધી શંકુઝ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ સંક્રમીત થયા હોવાનું અનુમાન છે તેમજ બીજા બે લોકો ક્યાંથી સંક્રમીત થયા છે તેની માહિતી આરોગ્ય વિભાગ મેળવી રહ્યું છે.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200529-WA0027.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!