ગાંધીનગર અખબાર ભવન ખાતે સોમવારે રક્તદાન કેમ્પ

ગાંધીનગર અખબાર ભવન ખાતે સોમવારે રક્તદાન કેમ્પ
Spread the love

ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લૉકડાઉનના કારણે રક્તની અછત સર્જાઇ છે, આ સમયે સેવાભાવી નાગરિકોની ફરજ છે કે રક્તદાન કરીને આ અછતને પુરી કરે જેથી અણીના સમયે કોઇનો જીવ બચાવવા તે ઉપયોગી બને. ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબ દ્વારા આગામી તારીખ ૧લી જૂન સોમવારના રોજ સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી સેક્ટર-૧૧માં અખબાર ભવન આયોજન સ્વૈચ્છીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રક્તદાન કેમ્પનો અચુક લાભ લેવા વિનંતી. આ રક્તદાન કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક, જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, ગાંધીનગરના મેડીકલ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનું સંગઠન “સનસેટ ફાઉન્ડેશન” અને ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓને લોહીની જરુરીયાત સામે પુરતા પ્રમાણમાં લોહી મળી રહે તે માટે આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ અંગે વધુ વિગત માટે ગાંધીનગર એક્રેડીટેશન પ્રેસ ક્લબના પ્રમુખ અનિરુધ્ધસિંહ ઝાલાનો મો. 93775 77701 પર સંપર્ક સાધી શકાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!