ઓમાનથી તીડનું વિશાળ ઝુંડ ગુજરાત તરફ ઊડ્યું

ઓમાનથી તીડનું વિશાળ ઝુંડ ગુજરાત તરફ ઊડ્યું
Spread the love

મહેસાણા: ઓમાનથી તીડનું વિશાળ ઝુંડ દરિયાઇ માર્ગે ગુજરાત તરફ આવતું હોવાનું ટ્રેસ થયું છે. તીડનું આ ઝુંડ પશ્ચિમ ગુજરાતનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ત્રાટકી શકવાની શક્યતા હોઇ આ 4 જિલ્લાને એલર્ટ અપાયું છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પવનની દિશા યથાવત રહેશે તો આગામી 24 થી 48 કલાકમાં રાજ્યમાં તીડનું આક્રમણ થઇ શકે છે. કેન્દ્રના તીડ નિયંત્રણ વિભાગે સોમાલિયા અને ઓમાનથી દરિયાઇ માર્ગે એક મહિના પહેલાં 22 જૂનથી 15 જુલાઇની વચ્ચે તીડનું વિશાળ ઝુંડ આક્રમણ કરી શકે છે તેવી આશંકા વચ્ચે એલર્ટ આપ્યું હતું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓમાનથી દરિયાઇ માર્ગે તીડનું વિશાળ ઝુંડ ઉડતું ટ્રેસ કરાયું છે. આ ઝુંડ અરબી સમુદ્રમાં નષ્ટ ન થાય અને પવનની દિશા યથાવત રહેશે

તો આગામી 24 થી 48 કલાકમાં પશ્ચિમ ગુજરાતનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ત્રાટકી શકે છે. જેને લઇ વિભાગે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છ જિલ્લાને એલર્ટ આપ્યું છે. આ સાથે ચારેય જિલ્લાના ખેતીવાડી વિભાગને તીડ નિયંત્રણની સાધન સામગ્રી સાથે સજ્જ રહેવા જણાવ્યું છે. બીજીબાજુ આ ચાર જિલ્લાનું ખેતીવાડી વિભાગ સમયસર તીડના ઝુંડ પર નિયંત્રણ લેવામાં નિષ્ફળ થશે તો મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ તીડ પ્રવેશી શકે છે.પાકિસ્તાન અને સોમાલિયામાં તીડની સંખ્યા વધી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન અને સોમાલીયામાં તીડનું બ્રીડીંગ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. જો આ બંને દેશોમાં તીડની સંખ્યા વધશે જે ગુજરાત સાથે રાજસ્થાન માટે જોખમી સાબિત થશે.પાકિસ્તાનથી મોટી માત્રામાં તીડ કચ્છમાં આવી પહોંચ્યા.

ભુજ પાકિસ્તાનથી રાપરના બેલા અને ભચાઉના જનાણ, ધોળાવીરામાં મોટી માત્રામાં રણતીડે પડાવ નાખતાં ભુજ તીડ નિયંત્રણ અને રાપર ખેતીવાડી અધિકારીની કચેરીના કર્મચારીઓ સ્થાનિકે દોડી જઇ દવાનો છંટકાવ કર્યો હતો. પાકિસ્તાનથી રાપર, ભચાઉ તાલુકામાં મોટીમાત્રામાં રણતીડના પગરણને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાપરના બેલા અને ભચાઉ તાલુકાના જનાણ, ધોળાવીરામાં બહોળી સંખ્યામાં રણતીડે દેખા દીધી છે.ભુજ તીડ નિયંત્રણ, રાપર ખેતીવાડી કચેરીના ધામાતીડ સાંજના કયા વિસ્તારમાં બેસે છે તે મુજબ બીજા દિવસે વહેલી સવારે દવાનો છંટકાવ કરાય છે, જે મુજબ મંગળ અને બુધવારના દવાનો છંટકાવ કરાયો હતો. થોડા દિવસ પહેલા રાપર અને ભચાઉ તાલુકામાં જ રણતીડનો દવાનો છંટકાવ કરી સફાયો કરાયો હતો, તે વખતે અમુક તીડ રાજસ્થાન બાજુ નીકળી ગયા હતા, તેવામાં પાકિસ્તાનથી મોટી સંખ્યામાં રણતીડ આવ્યા છે. જેના પગલે ભુજ તીડ નિયંત્રણ અને રાપર ખેતીવાડી કચેરીએ આ વિસ્તારોમાં ધામા નાખ્યા છે.

tid-6-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!