‘નેશનલ ડોકટર્સ ડે’ નિમિત્તે ‘કોરોના વોરીયર’ તરીકે બિરૂદ પામેલા ડૉકટરોને શત્‌શત્‌ વંદન

‘નેશનલ ડોકટર્સ ડે’ નિમિત્તે ‘કોરોના વોરીયર’ તરીકે બિરૂદ પામેલા ડૉકટરોને શત્‌શત્‌ વંદન
Spread the love

વલસાડ,
ભારતીય સંસ્કૃોતિમાં વિવિધ તત્વોને અલગ-અલગ રૂપે જતન કરવામાં આવે છે. જેમાં પશુ-પક્ષીથી લઇ કુદરત અને માનવીઓ સુધી અલગ-અલગ રૂપ ધારણ કર્યા હોય તેવી માન્યવતાના રૂપે તેનું જતન-પૂજન કરવામાં આવે છે. ગાયને માતા સ્વ રૂપે, વૃક્ષોને દેવતા સ્વ રૂપે, માતાપિતાને ભગવાન તરીકે અને ગુરૂઓને ભગવાનથી પણ પહેલા વંદન કરવું એ આપણી ભારતીય સંસ્કૃમતિનું અભિન્ન અંગ છે. આ તમામ બાબતોમાં ફકત એક હોદ્દો અથવા એક નોકરી એવી છે જેને લોકો દ્વારા ‘ભગવાન’ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યોા છે. ભારતીય સંસ્કૃરતિમાં જેને ભગવાન તરીકે જોવામાં આવે છે.. એ છે-‘ડૉકટર્સ’. ભગવાન માનવીને જીવન આપે છે જ્યાગરે ધરતી ઉપર બીમારીના સમયે આપણું મહામુલુ જીવન બચાવી ‘ડૉકટર્સ’ લોકોના હૃદયમાં ‘ભગવાન’ તરીકે સ્થાગન મેળવી શકયા છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કારણે વિશ્વમાં અનેક સ્વકજનોએ જીવ ગુમાવ્યા છે. જ્યાુરે અનેકનો જીવ બચાવ્યો પણ છે. જેનું કારણ છે, આપણા ‘ફ્રન્ટકલાઇનર્સ હીરોઝ’ અથવા ‘કોરોના વોરીયર’ તરીકે બિરૂદ પામેલા ડૉકટર્સ. મહામારીના પ્રતિકૂળ સમયમાં ડૉકટર્સની કામગીરી, તેઓનો સમર્પણ ભાવ, ફરજ પ્રત્યેછની નિષ્ઠાો અનન્ય’ બની છે. આ સમયમાં અનેક ડૉકટર્સ એવા છે, જેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અજાણ્યાર દર્દીઓની રાત-દિવસ સારવાર કરી ભારે જહેમત ઉઠાવી રોગમુકત કર્યા છે. કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા દર્દી જયારે માનસિક રીતે પડી ભાંગે ત્યાિરે તેઓમાં આત્મમવિશ્વાસ જગાડવાનું કામ ડોકટર્સએ હસતા મોઢે કર્યું છે. જાહેર જનતાને ફકત માસ્ક પહેરીને બહાર નીકળતા અકળામણ અનુભવાતી હોય છે ત્યાારે આ ડોકટરો અને તેઓની ટીમ ૨૪ કલાક પી.પી.ઇ. કીટ પહેરીને કામ કરતા જોયા છે. નવજાત બાળકો, નાના ભુલકાઓને પોતાના ઘરે મુકી ફરજ બજાવતી ડૉકટર્સ માતાઓના ઉદાહરણ પણ આપણા ગુજરાતમાં છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતા-કરતા પોતે કોરોના પોઝીટીવ થયા અને મૃત્યુા પામ્યાા તેવા શહીદ ડોકટર્સ પણ છે.
વલસાડ જિલ્લાના આરોગ્યય વિભાગમાં કુલ-૧૯૧ કર્મચારીઓ છે. જેમાંથી કુલ-૧૦૭ ડૉકટર્સ છે. ડોકટર્સને કામગીરીમાં સાથ આપતા અને મદદરૂપ થતા નર્સ અને વોર્ડબોયમાં કુલ-૭૩ નર્સ, કુલ-૧૨ વોર્ડબોય, કુલ-૧૨ ટેકનીશીયન, કુલ-૦૭ સફાઇ કામદારો તથા અન્યર સ્ટાનફ દ્વારા આજે પણ ઉત્કૃતષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોગ્યડ વિભાગના ફિલ્ડુ સ્ટા ફ દ્વારા ઘરે-ઘરે વિઝીટ કરી સર્વે પણ કરવામાં આવ્યો્ છે. વલસાડ જિલ્લામાં આજદિન સુધી ૫૪૮૧ સેમ્પઆલ લેવાયા છે જે પૈકી ૫૩૧૨ સેમ્પનલ નેગેટીવ અને ૧૬૯ સેમ્પ્લ પોઝીટીવ આવ્યાટ છે.

વલસાડ જિલ્લામાં નોંધાયેલા ૧૬૯ કોરોના પોઝીટીવ કેસો પૈકી ૯૬ એકટીવ કેસ છે. જ્યાધરે ૬૨ લોકો સાજા થયા છે. સાજા થયેલા તમામ દર્દીઓ હોસ્પિવટલની બહાર આવતા એક જ વાત કહે છે કે આજે તેઓ સ્વેસ્થ છે તેનું કારણ ડોકટર્સ અને આરોગ્યય વિભાગના કર્મચારીઓ દ્વારા લેવાયેલી કાળજી છે. જેના તેઓ જીવનભર આભારી રહેશે. ‘નેશનલ ડૉકટર્સ ડે’ દરેક દેશમાં અલગ અલગ દિને ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વના ડૉકટર્સની કામગીરીને બીરદારવવા સમર્પિત છે. ભારતમાં દર વર્ષે ૧લી જુલાઇના દિને ‘નેશનલ ડૉકટર્સ ડ’ેની ઉજવણી ભારત રત્નબ ડો.બીધાન રોય જેઓ પશ્ચિમ બંગાળના બીજા મુખ્યંમંત્રી પણ હતા તેઓની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના તમામ ડૉકટર્સ જેઓની અવિરત સેવા બદલ દેશભરના તબીબોનું સન્માવન કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનો ડૉકટર્સ ડે ખાસ છે કારણ આટલા વર્ષો જે ડૉકટર્સ થઇ ગયા તેઓને યાદ કરીને ઉજવણી કરવામાં આવતી હતી જયારે આ વર્ષે ‘કોરોના યોદ્વાઓ’ અને ‘ફ્રન્ટ લાઇનર્સ હીરોઝ’ તરીકે ડૉકટર્સ આપણી સમક્ષ ઉપસ્થિટત છે. જેઓનું માન-સન્મા ન કરવું આપણી ફરજ છે. આજે ‘નેશનલ ડૉકટર્સ ડે’ નિમિતે આવા ‘કોરોના યોદ્વાઓ’ અને ‘ફ્રન્ટતલાઇનર્સ હીરોઝ’ તરીકે તમામ અવરોધોને પાર કરી દર્દીઓની સારવાર કરતા ડૉકટર્સને શત્‌શત્‌ વંદન છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!