GIDCમાં નીતિન પટેલની હાજરીમાં કરાશે પ્લોટના ડ્રો

GIDCમાં નીતિન પટેલની હાજરીમાં કરાશે પ્લોટના ડ્રો
Spread the love

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતમાં નવી GIDCની સ્થાપના કરી છે. આ GIDCમાં પ્લોટીંગ પણ કરી દેવામાં આવ્યું છે અને 1220 જેટલી અરજીઓ કમ્ફર્મ કરવામાં આવી છે. આ GIDC નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મતવિસ્તાર મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઐઠોરમાં બનાવવામાં આવી છે. આ ગામમાં GIDCએ 47 હેક્ટર જમીન સંપાદન કરી છે. નીતિન પટેલ 7મી જુલાઇના રોજ બપોરે ત્રણ કલાકે ડ્રો મારફતે ઔદ્યોગિક વસાહતના પ્લોટની ફાળવણી કરશે.

ઐઠોરમાં એમએસએમઇ અને જનરલ બે ઝોન બનાવાયા
ઐઠોરમાં એમએસએમઇ અને જનરલ એમ કુલ બે ઝોન બનાવવામાં આવ્યા છે. બન્ને ઝોનમાં કુલ 279 પ્લોટ ફાળવાયા છે. એમએસએમઇ ઝોનમાં 500 થી 300 ચોરસમીટરના 254 પ્લોટ છે જ્યારે જનરલ ઝોનમાં 3000 થી 10000 ચોરસમીટરના કુલ 25 પ્લોટ છે. સરકારે ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. ભારત સરકારની એજ્ન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે ડ્રો પૂર્ણ કરાશે. આ વસાહત મહેસાણા શહેરથી અંદાજે 25 કી.મીના અંતરે આવેલી છે.

એમએસએમઇ ઝોનમાં ફાળવણી કરવા ડ્રો કરવાનું નક્કી કરાયુંઐઠોર ઔધોગિક વસાહતમાં એમએસએમઇ ઝોનનો કામચલાઉ ફાળવણી દર 2320 રૂપિયા પ્રતિ ચો.મી તેમજ જનરલ ઝોનનો કામચલાઉ ફાળવણી દર 3366 રૂપિયા પ્રતિ ચો.મી છે ઐઠોર વસાહતમાં ઔદ્યોગિક પ્લોટ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં પાત્રતા ધરાવતી 1220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. નિગમને મળેલી અરજીઓ પૈકી 3000 ચો.મી. સુધીની જમીન મેળવવા પાત્રતા ધરાવતી 1135 અરજીઓ પૈકી એમએસએમઇ ઝોનમાં ફાળવણી કરવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 121 થી વધુ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના
GIDC દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 121 થી વધુ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે જેમા આશરે 63000 એકમો કાર્યરત છે અને 17 લાખથી વધુ લોકોને આ એકમો થકી રોજગારી પ્રાપ્ત થઇ છે. રાજ્યના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેમજ મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાના હેતુથી જીઆઈડીસી દ્વારા વિવિધ વસાહતોમાં બહુમાળી શેડ, એમએસએમઈ પાર્ક અને મહિલા ઔદ્યોગિક પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે.

NITIN-PATEL-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!