પેટા ચૂંટણી પહેલાં ભાજપનમાં ચિંતા

પેટા ચૂંટણી પહેલાં ભાજપનમાં ચિંતા
Spread the love

કરજણના બે હરિફ પૂર્વ ધારાસભ્યો વચ્ચે આજની ભાજપની મીટિંગમાં સ્પષ્ટ અંતર જોવા મળ્યું હતું.કરજણના પૂર્વ કોંગી ધારાસભ્ય અક્ષય પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સામે શુગર કૌભાંડને લગતા ગંભીર આક્ષેપો કર્યા હતા અને હાર્દિક પટેલની સાથે રહી ભાજપ સરકાર સામે આંદોલન પણ કર્યું હતું.સતિષ નિશાળિયાએ જે તે સમયે આ આક્ષેપોને ફગાવી દઈને તે પુરવાર કરવા પડકાર પણ ફેંક્યો હતો.

કરજણના બંને પૂર્વ ધારાસભ્યો વચ્ચે મનમેળ નથી હવે અક્ષય પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં તો જોડાઇ ગયા પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સાથે તેમનો મનમેળ જામતો નથી અને બંને વચ્ચે અબોલા દેખાઇ આવ્યા. ભાજપના પ્રદેશ મોવડીઓએ સંકલનની મીટિંગ લીધી ત્યારે અક્ષય પટેલ મીટિંગ ચાલુ થઇ ગયા પછી આવ્યા હતા. જ્યારે, સતિષ નિશાળિયા મીટિંગ પુરી થતાં પહેલાં નીકળી ગયા હતા.

0521_bjp-congress.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!