અરવલ્લી : કલેકટર કચેરીમાં આધારકાર્ડના દસ્તાવેજો ખુલ્લામાં ધૂળ ખાઈ રહ્યા છે…!

અરવલ્લી : કલેકટર કચેરીમાં આધારકાર્ડના દસ્તાવેજો ખુલ્લામાં ધૂળ ખાઈ રહ્યા છે…!
Spread the love

અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં લોકડાઉનથી જ આધારકાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે. ત્યારે કલેકટર કચેરીમાં આધારકાર્ડની કામગીરીના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ ખાતા નજરે પડયા હતા. આધાર રીસિપટમાં અરજદારોના નામ, નોંધણી નંબર સહિતની માહિતી જોવા મળી હતી. આધારનું કામ કરતી જે તે એજન્સીની ઘરો બેદરકારીના પુરાવા સામે આવતાં જિલ્લા વહીવટી તંત્રની પોલ ખુલી ગઈ હતી.

અરવલ્લી જીલ્લા સેવા સદન કચેરીમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી માટે કલેકટર કચેરી ખાતે અલગ ટેબલ આપી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જે તે એજન્સીને સોંપાઈ હતી. પરંતુ હાલ કોરોનાની મહામારીને લઈ જયારથી લોકડાઉન આપવામાં આવ્યું ત્યારથી આધારકાર્ડની કામગીરી બંધ કરાઈ હતી. પરંતુ કલેકટર કચેરીમાં આધારકાર્ડના દસ્તાવેજી પુરાવા ખુલ્લામાં ધૂળ ખાતા જોવા મળ્યા હતા. આધારનું કામ કરતી એજન્સીની બેદરકારી થી લોકોની આધાર રીસિપ્ટમાં અરજદારોના નામ, નોંધણી નંબર સહિતની માહિતના કાગળ ખુલ્લામાં ટેબલ ઉપર પડી રહેતા વહીવટી તંત્રની વધુ એક બેદરકારી સામે આવી હતી.

રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)

IMG_5781-1-1.jpeg IMG_5785-1-2.jpeg IMG_5784-1-0.jpeg

Admin

Salim Patel

9909969099
Right Click Disabled!