સરકારની આ યોજનામાં કોરોનાની સારવાર મફત, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ?

સરકારની આ યોજનામાં કોરોનાની સારવાર મફત, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ?
Spread the love

• કોરોનાની સારવાર પાછળ મોંઘા ખર્ચા છોડો, સરકારની આ સ્કિમનો ઉઠાવો લાભ
• આયુષ્માન ભારત અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની સારવાર નિ:શૂલ્ક
• આ યોજનામાં તમે પણ રજીસ્ટર કરાવી શકો છો તમારૂં નામ, જાણો રીત
દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દરરોજ 20 હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યાં છે, ત્યારે તેની સારવાર બધા માટે પરવડે તેવું શક્ય નથી. એવામાં કોરોનાની સારવાર માટે વડાપ્રધાન મોદીની એક યોજના તમારી મદદ કરી શકે છે. હોસ્પિટલોમાં એવા દર્દીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે, જેમનું નામ આ યોજનામાં રજિસ્ટર્ડ છે.

આ યોજના એટલે આયુષ્માન ભારત યોજના. જેમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત મળે છે. આ યોજનના લાભાર્થીઓને ઈ-કાર્ડ પણ જારી કરવામાં આવે છે. જેનાથી કેશલેસ સર્વિસ મળી શકે છે. જો તમે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને કરાવવા માંગો છો, તો અમે તમને જણાવીએ કે તમારે શું કરવાનું રહેશે.

♦ આવી રીતે ચેક કરો તમારૂ નામ આ યોજનામાં રજીસ્ટર છે કે કેમ?

► આયુષ્માન ભારત યોજનામાં તમારૂ નામ ચેક કરવા માટે
→ https://www.pmjay.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે
→ પેજમાં Am I Eligible લખેલી લિંક પર ક્લિક કરતા નવું પેજ ખુલશે
→ આ નવા પેજ પર કેટલીક જાણકારીઓ મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ ફિલ કરવા પડશે
→ જે બાદ તમારે OTP ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
→ રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલ OTP ભર્યા બાદ સબમીટ કરો
→ અહીં પોતાનું રાજ્ય પસંદ કરો
→ જે બાદ તમને કેટલીક કેટેગરી જોવા મળશે, જેમાંથી પસંદ કરો
→ કેટેગરી ઓપ્શન ખુલ્યા બાદ નામ, HDD નંબર, રાશન કાર્ડ અને મોબાઈલ નંબરનો ઓપ્શન ક્લિક કરવો પડશે
→ આખરે તમને જાણ થઈ જશે કે, તમે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છો કે કેમ?

► ફોન કૉલ કરીને પણ મેળવી શકો છો જાણકારી“
જો તમે ઓનલાઈન પ્રોસેસમાં જવા નથી માંગતા તો તમે મોબાઈલ ફોનથી પણ આ અંગેની જાણકારી મેળવી શકો છો. આ માટે તમારે 14555 અથવા 1800-111-565 નંબર ડાયલ કરવો પડશે. જ્યાંથી તમે તમારું અને તમારો પરિવાર આ યોજનાનો લાભ લઈ શકો છે કે કેમ?ત તેની જાણકારી લઈ શકો છો.

IMG-20200705-WA0002.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!