ધનાલી પાટિયા પાસે ટ્રક અને ટ્રેલરનો અકસ્માત, 2 ના મોત

ધનાલી પાટિયા પાસે ટ્રક અને ટ્રેલરનો અકસ્માત, 2 ના મોત
Spread the love

અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર મહેસાણા તરફ જઇ રહેલી ટ્રક વહેલી સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે રોડ ઉપર ઉભેલા મોટા ટ્રેલર પાછળ ઘુસી જતા ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

અમદાવાદ થી માલસામાન ભરી મહેસાણા તરફ જઈ રહેલી ટ્રક(PB 46M 7417)ના ડ્રાઈવરે ગફલતભર્યું વાહન હંકારી અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર ધનાલી પાટીયા પાસે ઓનેસ્ટ હોટલની સામે વહેલી સવારે આશરે પાંચ વાગ્યા ના સુમારે હાઇવે ઉપર ટાયરની હવા ચેક કરવા ઉભા રહેલા મોટા ટ્રેલર(GJ12 Z 4075)ના પાછળ ઘુસી જતા ટ્રક નો આગળનો કેબિનનો ભાગ સંપૂર્ણ તૂટી જવા પામ્યો હતો જેમાં બેસેલા ડ્રાઈવર અને સાથેનો ક્લીનર દબાઈ જવાથી ઘટના સ્થળેજ મૃત્યુ પામ્યા હતા.નંદાસણ પોલીસ ને ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી લાશને નંદાસણ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી વાહન ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો
૧ – જોગાસિંહ દયાસિંહ ઝાટ
ઉં.૬૦ વર્ષ -પંજાબ
૨ – ગુરસીપ સિંગ મંગલ સિંહ ઝાટ
ઉં.૪૦ વર્ષ પંજાબ

 

IMG-20200712-WA0015.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!