કેશોદમાં પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધની સ્થાપના

કેશોદમાં પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધની સ્થાપના
Spread the love
  • પ્રમુખ તરીકે પ્રકાશભાઈ દવે મંત્રી તરીકે મનિષભાઈ મહેતાની સવાૅનુમતે વરણી…….

કેશોદ ના જાણીતા પત્રકારની એક મિટીંગ તાજેતરમાં મળી હતી તેમાં પત્રકારોના મજબૂત સંગઠન માટે થઈ એક પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધની રચના કરવામાં આવી છે અને આ મીટીંગમાં સિનિયર પત્રકારોમાં ભરતભાઇ કકકડ સંદેશ, રાકેશભાઈ કાનાબાર ગુજરાત સમાચાર જયહિંદ પ્રકાશભાઈ દવે KTV ટીવી સાંજ સમાચાર અબતક ગુજરાત મીરર મનીષભાઈ મહેતા ફુલછાબ સંજયભાઈ દેવાણી અકિલા સહીતના પત્રકારો ઉપસ્થિતિ રહીયા હતા અને તેમાં સવાૅનુમતે પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધના પ્રમુખ પ્રકાશભાઈ દવે વરણી કરવામાં આવી હતી.

મંત્રી તરીકે મનિષભાઈ મહેતા અને કારોબારી સમિતિમાં રાકેશભાઈ કાનાબાર ભરતભાઇ કકકડ સંજયભાઈ દેવાણી વગેરે વરણી કરવામાં આવી છે ત્યારે આ તકે નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ દવેએ જણાવ્યું હતું કે આ શહેરના જાણીતાં પત્રકારોનું આ યુનિયન કેશોદના લોકો ના પ્રાણ પ્રશ્ર્નોને સાચા અર્થમાં વાચા આપવાનું કામ કરશે ત્યારે કેશોદ શહેરની સ્વચ્છીક સંસ્થાના હોદ્દેદારો તથા રાજકીય સામાજિક લોકો ને કોઈપણ પ્રકારના લોકહિતનું કામ હોય ત્યારે અમારો સંપર્ક કરવો જેથી આપને અમો અમારા અખબારના માદયમથી આપના પ્રશ્ર્નો ના વાચા આપવાનું કામ કરીશું તેમ અંતમાં એ જણાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!