રોજ મળે છે એક આત્મવિલોપનની અરજી

રોજ મળે છે એક આત્મવિલોપનની અરજી
Spread the love

વિજય રૂપાણીની સરકાર સંવેદનશીલ સરકાર તરીકે ઓળખાય છે પરંતુ આ સંવેદનશીલ સરકારમાં જુદા જુદા વિભાગમાં પ્રજાલક્ષી એક પણ કામો સમયસર થતા નથી અથવા અરજદારો ને વારંવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. જેને કારણે અંતે કંટાળીને અરજદાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ એક અરજી અરજદારની આત્મવિલોપન માટે આવતા હવે પોલીસ પણ કંટાળી ગઈ છે. ગાંધીનગર પોલીસને આજદિન સુધી 250 જેટલી અરજીઓ આત્મવિલોપનની મળી છે.

રાજ્યના મુખ્યમંત્રી હમેશા જાહેર કાર્યકમમાં પોતાની સરકારને ગરીબોની સરકાર, સંવેદનશીલ સરકાર હોવાનું રટણ રટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકમાં પ્રજાલક્ષી કામો એકપણ ન થતા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યના પાટનગરમાં આવેલી સરકારી કચેરીમાં અરજદારોના કામ ન થતા હોવાથી આત્મવિલોપન અરજીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર પોલીસને આજદિન સુધી 250 જેટલી અરજીઓ આત્મવિલોપનની મળી છે. જેમાં ગાંધીનગર પોલીસને પ્રતિ દિવસ એક આત્મવિલોપન અરજી મળે છે.

અરજદારોની અરજીમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે ગાંધીનગરમાં આવેલા વિવિધ વિભાગમાં કામ ન થતા આત્મવિલોપન કરવાની ચીમકી આપે છે. જેના કારણે ગાંધીનગર પોલીસ પણ તમામ મહત્વના કામો છોડીને આત્મવિલોપન કરનારાને પકડવા માટે કાર્યવાહી કરે છે.આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે.એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી પ્રજાલક્ષી કામોનો નિવેડો આવે તે માટે સીએમ ડેસ્ક બોર્ડનો આરંભ કરીને સમગ સરકારી કચેરીની કામગીરી પર નજર રાખી રહ્યા છે ત્યારે બીજી બાજુ સરકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારોને તેમના કામોને લઈ ને ધકકા ખવડાવી રહયા છે. જેના કારણે અરજદારો પોતાના કામ સરકાર પાસેથી પૂર્ણ કરાવવા માટે આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે.

0.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!